લદાખ: જમ્મુ અને કાશ્મિરનાં ભાજપનાં પ્રમુખ અને એક ધારાસભ્ય સામે પત્રકારોને સારા કવરેજ માટે લાંચ આપવાનાં કેસમાં ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લેહનાં પત્રકારોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપનાં નેતાઓએ સારા કવરેજ માટે પત્રકારોને લાંચનાં રૂપમાં પૈસા આપ્યા હતા આ અંગે સ્થાનિક વહિવટીતંત્રને ફરિયાદ કરી હતી. સ્થાનિક કોર્ટમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે ફરિયાદ કરવા માટે પોલીસને આદેશ કર્યો હતો.
જમ્મુ અને કાશ્મિરનાં ભાજપનાં પ્રમુખ રવિન્દ્ર રૈના અને ધારાસભ્ય વિક્રમ રંધાવા સામે લાંચ આપવા મામલે ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે, પત્રકારોએ આરોપ કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ભાજપનાં નેતાઓ પત્રકારોને લાંચ આપે છે તે વાતમાં તથ્ય જણાયુ હતું. આ ઘટના બીજી મેનાં રોજ બની હતી.
લેહમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપનાં નેતાઓ પત્રકારોને એક કવરમાં રોકડ રકમ આપે છે તેવા સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ વીડિયો ક્લિપમાં જમ્મુ-કાશ્મિરનાં ભાજપનાં પ્રમુખ રવિન્દ્ર રૈના ભાજપનાં ધારાસભ્ય અને પત્રકારો સાથે જોવા મળે છે અને ધારાસભ્ય વિક્રમ રંધાવા પત્રકારોને કવર આપતા જણાય છે.
જો કે, ભાજપે આ તમામ આરોપો નકારી કાઢ્યા છે. ભાજપે કહ્યું કે, તેઓ પત્રકારોને પૈસા નહીં પણ રક્ષામંત્રી નિર્મલા સિથારામની રેલીનું આમંત્રણ આપતા હતા.
લદાખમાં મુસ્લિમોની બહુમતિ છે પણ ભાજપ અને કોંગ્રેસ બંને બુદ્ધિસ્ટ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં અહીંયા ભાજપની જીત થઇ હતી પણ ભાજપનાં સાસંદ થુપસ્તાને ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું. આ સિવાય, ભાજપનાં અનેક નેતાઓએ પણ રાજીનામાં આપી દીધા હતાં.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર