'તેમને ચૂંટણી લડતા રોકો,' જયાએ આઝમના નિવેદનને ગણાવી ગાળ

News18 Gujarati
Updated: April 15, 2019, 3:23 PM IST
'તેમને ચૂંટણી લડતા રોકો,' જયાએ આઝમના નિવેદનને ગણાવી ગાળ
જયા પ્રદા : ઉત્તર પ્રદેશના રામપુરથી બીજેપી ઉમેદવાર જયા પ્રદાએ એનર્જી ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (અમર સિંહ છે પ્રમોટર), કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈટીસી, એમસીએક્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કર્યું છે.

આઝમ ખાને કહ્યું કે, જો કોઈ પુરવાર કરી શકે કે મેં કોઈનું નામ ક્યાંય પણ લીધું છે અને કોઈનું અપમાન કર્યું છે, તો હું ચૂંટણી નહીં લડું.

  • Share this:
રામપુરમાં બીજેપી ઉમેદવાર જયા પ્રદા પર અર્યાદિત ટિપ્પણી કરવાના મામલામાં સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગઠબંધન ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદા પર તાલુકા શાહબાદમાં જનસભા દરમિયાન અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ નિવેદનને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આઝમ ખાનને નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે. જયા પ્રદાએ પણ આઝમ ખાનના નિવેદનને લઈ કહ્યું કે તેમને ચૂંટણી લડવા ન દેવી જોઈએ. જો તે જીતી જશે કે લોકતંત્રનું શું થશે?

નોટિસ મળતાં પહેલા જ આઝમે પોતાના નિવેદન પર સફાઈ આપતાં કહ્યું કે હું દિલ્હીના એક વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે અસ્વસ્થ છે, જેણે કહ્યું હતું, હું 150 રાઇફલો લઈને આવ્યો હતો અને જો મેં આઝમને જોયો હોત તો તેને ગોળી મારી દેતો. તેના વિશે વાત કરતાં મેં કહ્યું કે લોકોને ઓળખવામાં ઘણો સમય લાગ્યો અને બાદમાં જાણવા મળ્યું કે તેઓ આરએસએસની હાફ પેન્ટ પહેરેલા હતા. આઝમ ખાને કહ્યું કે, મેં મારા નિવેદનમાં કોઈનું નામ નથી લીધું. મને ખબર છે કે મારે શું કહેવું જોઈએ. જો કોઈ પુરવાર કરી શકે કે મેં કોઈનું નામ ક્યાંય પણ લીધું છે અને કોઈનું અપમાન કર્યું છે, તો હું ચૂંટણી નહીં લડું.

આઝમ ખાનના નિવેદનને લઈ જયા પ્રદાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેમને ચૂંટણી લડવાની મંજૂરી ન મળવી જોઈએ. જો આ વ્યક્તિ ચૂંટણી જીતી જશે તો લોકતંત્રનું શું થશે? સમાજમાં મહિલાઓનું સ્થાન જ નહીં રહે. અમે ક્યાં જઈશું? હું મરી જઈશ તો તમને શાંતિ થશે? તમે માનો છો કે હું ડરી ગઈ છું અને રામપુર છોડી દઈશ? પણ હું છોડીશ નહીં.

જયા પ્રદાએ વધુમાં કહ્યું કે, આ મારા માટે નવું નથી. તમને યાદ હોય તો 2009માં હું તેમની પાર્ટીની ઉમેદવાર હતી. તેમણે મારી સામે ટિપ્પણી કરતાં કોઈએ મને સપોર્ટ કર્યો નહોતો. હું એક મહિલા હોવાથી તેમની વાત ફરીથી બોલી ન શકું. મને ખબર નથી પડતી કે તેમને શું થઈ ગયું જેથી તેમણે આવી વાત કહી.

ઉલ્લેખનીય છે કે, રામપુરમાં આઝમ ખાને એક વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જેને આપણે આંગળી પકડીને રામપુર લાવ્યા, આપે 10 વર્ષ જેમની પાસે પ્રતિનિધિત્વ કરાવ્યું...તેની વાસ્તવિક્તા સમજવામાં આપને 17 વર્ષ લાગ્યા, હું 17 વર્ષમાં ઓળખી ગયો કે તેનો અંડરવેર ખાકી રંગનો છે.

આ પણ વાંચો, કારમાં Tik Tok વીડિયો બનાવતી વખતે ગોળી વાગતા યુવકનું મોત

આઝમ ખાને કહ્યું હતું કે હું જનસભામાં ઉપસ્થિત લોકોને સવાલ કરું છું કે શું રાજનીતિ અટલી હદે ખરાબ થઈ જશે કે 10 વર્ષ જેણે રામપુરમાં લોકોનું લોહી પીધું, જેને આંગળી પકડીને અમે રામપુરમાં લઈને આવ્યા. જેનું અમે તમામ ધ્યાન રાખ્યું. તેણે અમારી ઉપર શું-શું આરોપ નથી લગાવ્યા.
First published: April 15, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading