Home /News /national-international /

સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસનાં નામનું ફેક ટ્વીટર એકાઉન્ટ ખોલનાર સામે FIR

સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસનાં નામનું ફેક ટ્વીટર એકાઉન્ટ ખોલનાર સામે FIR

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (ફાઇલ ફોટો)

એટલી માહિતી મળી છે કે, આરોપી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી ઓપરેટ કરતો હતો. આ શખ્સે અન્ય બીજા પણ ફેક એકાઉન્ટ કર્યા હતા.

    સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નામનું ફેક ટ્વીટર એકાઉન્ટ ખોલનાર અજાણ્યા વ્યક્તિ સામે દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને આ મામલે ફરિયાદો મળી હતી. જેમાં ચીફ જસ્ટીસનાં નામનું ફેક ટ્વીટર એકાઉન્ટ કોઇ વ્યક્તિએ ખોલ્યું છે.

    આ વાત પોલીસનાં ધ્યાનમાં આવતા, પોલીસે આ મામલે એડિશ્નલ રજીસ્ટ્રાર (સલામતી), સુપ્રિમ કોર્ટનું ધ્યાન દોર્યુ હતું. સુપ્રિમ કોર્ટનાં અધિકારીઓ દ્વારા આ વિશે તપાસ કરતા ખબર પડી કે, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇનાં નામનું ટ્વીટર એકાઉન્ટ અક્ટિવ છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. જે કોઇ શખ્સ મુખ્ય ન્યાયમૂર્તિનાં નામથી આ ટ્વીટર હેન્ડલનો ઉપયોય કરે છે તે, વિવિધ મુદ્દાઓ પર કોમેન્ટ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલું જ નહીં, પણ આ વ્યક્તિએ મુખ્ય ન્યાયમૂર્તિના ફોટોનો તેના પ્રોફાઇલ ફોટા તરીકે ઉપયોગ કર્યો છે.

    પ્રાથમિક દ્રષ્ટિએ આ ટ્વીટર એકાઉન્ટ ફેક હોય એમ સાબિત થતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પછી અજાણ્યા શખ્સ સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

    પોલીસે આ મામલાની તપાસ માટે ટ્વીટર ઇન્ડિયાને ઇમેઇલ લખી વિગતો માંગી છે અને આ એકાઉન્ટ બંધ કરાવી દીધું છે.

    જો કે, પોલીસ આરોપીને પકડી શકી નથી અને તેની ઓળખ થઇ શકી નથી. પણ એટલી માહિતી મળી છે કે, આરોપી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી ઓપરેટ કરતો હતો. આ શખ્સે અન્ય બીજા પણ ફેક એકાઉન્ટ કર્યા હતા.

    દિલ્હી પોલીસ દ્વારા એ ટીમ બનાવવામાં આવી છે અને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: CJI, Supreme Court, દિલ્હી પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन