મારપીટ કેસઃ Zomato ડિલીવરી બોયની ફરિયાદ પર હવે યુવતીની વિરુદ્ધ FIR

મારપીટ કેસઃ Zomato ડિલીવરી બોયની ફરિયાદ પર હવે યુવતીની વિરુદ્ધ FIR
હિતેશા ચંદ્રાનીની વિરુદ્ધ આઇપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (અપરાધિક ધમકી) હેઠળ FIR નોંધવામાં આવી

હિતેશા ચંદ્રાનીની વિરુદ્ધ આઇપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (અપરાધિક ધમકી) હેઠળ FIR નોંધવામાં આવી

  • Share this:
    બેંગલુરુ. ઓનલાઇન ખાવાનું ડિલીવર કરનારી કંપની ઝોમેટો (Zomato)ના ડિલીવરી કર્મી અને યુવતી ગ્રાહકની વચ્ચે ઝપાઝપી મામલામાં નવી બાબત સામે આવી છે. હવે ડિલીવરી કર્મી કામરાજ (Kamraj)ની ફરિયાદ પર યુવતી હિતેશા ચંદ્રાની (Hitesha Chandrani)ની વિરુદ્ધ આઇપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (અપરાધિક ધમકી) હેઠળ બેંગલુરુની ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ પહેલા મહિલાએ ડિલીવરી કર્મી (Delivery Boy)ની ફરિયાદ કરી હતી.

    કર્ણાટક (Karnataka)ના બેંગલુરુ (Bengaluru)ની મોડલ અને મેક-અપ કલાકાર હિતેશા ચંદ્રાનીએ દાવો કર્યો હતો કે ઓનલાઇન ડિલીવરી કર્મીએ કથિત રીતે એટલા માટે હુમલો કરી દીધો કારણ કે તેણે ખાવાનું મોડું લાવવાની ફરિયાદ કરી દીધી હતી. હિતેશા ચંદ્રાનીએ ટ્વીટર પર ઘટના વિશે જણાવ્યું અને પોલીસને પણ ટ્વીટ ટેગ કર્યું. પોલીસે તેને વિસ્તાર વિશે જણાવવા માટે કહ્યું જેથી તેની મદદ કરી શકાય. મોડલે કહ્યું હતું કે મંગળવારે ખાવાનો ઓર્ડર આપ્યો હતો જે મોડો આવ્યો તો તેણે Zomatoના ગ્રાહક સેવા અધિકારીને ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું કે તે ખાવાનું ફ્રીમાં આપે અથવા તો ઓર્ડર રદ કરી દે.



    આ પણ વાંચો, BJP સાંસદ કૌશલ કિશોરની પુત્રવધૂએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, કાપી હાથની નસ

    ડિલીવરી કર્મીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

    યુવતીના આરોપ બાખ ઝોમેટો તરફથી ડિલીવરી કરનારા યુવકે દાવો કર્યો હતો કે યુવતીએ તેને ચંપલ માર્યું અને ગાળો બોલી. યુવકે દાવો કર્યો કે યુવતીની પોતાની ભૂલના કારણે તેને નાક પર ઈજા થઈ. કામરાજે કહ્યું હતું કે, મેં તેને પાર્સલ સોંપી દીધું અને હું પેમેન્ટ લેવા માટે ઊભો હતો. મેં માફી પણ માંગી કારણ કે ટ્રાફિક અને ખરાબ રસ્તાઓના કારણે ડિલીવરીમાં મોડું થયું હતું. કામરાજે કહ્યું કે મહિલાએ ખાવા માટે પૈસા ચૂકવવવાની ના પાડી દીધી. કામરાજનો દાવો છે કે તેને ઝોમેટો અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે યુવતીના અનુરોધના આધાર પર ખાવાનો ઓર્ડર રદ કરી દીધો હતો.

    આ પણ વાંચો,
    હરિયાણાઃ કથિત BJP નેતાની કરતૂત, મહિલા અને તેની દીકરીને હૉકીથી ફટકારી, Video Viral

    રિપોર્ટ મુજબ, ત્યારબાદ કામરાજે યુવતી પાસેથી ખાવાનું પાર્સલ પરત કરવા માટે કહ્યું તો તેણે ઇન્કાર કરી દીધો. કામરાજે દાવો કર્યો કે તે ખાવાનું લીધા વગર ત્યાંથી પરત નહીં જાય ત્યારે જ હિતેશાએ હિન્દીમાં ગાળોલ આપી અને મારપીટ શરૂ કરી દીધી.

    કામરાજે કહ્યું કે, આ દરમિયાન તે મારો હાથ હટાવવાનો પ્રયાસ કરી રહી હતી. અને ત્યારે નાક પર તેનો જ અંગૂઠો વાગી ગયો અને લોહી વહેવા લાગ્યું. જે પણ હિતેશાનો ચહેરો જોશે તે સમજી જશે કે ઘા ફેંટ મારવાથી નથી થયો.
    Published by:Mrunal Bhojak
    First published:March 16, 2021, 07:41 am

    ટૉપ ન્યૂઝ