જમ્મુ-કાશ્મીરમાં ભાજપની રેલીમાં રાષ્ટ્રધ્વજને ઉંધો પ્રદર્શિત કર્યો, FIR થઇ

News18 Gujarati
Updated: September 29, 2018, 4:06 PM IST
જમ્મુ-કાશ્મીરમાં ભાજપની રેલીમાં રાષ્ટ્રધ્વજને ઉંધો પ્રદર્શિત કર્યો, FIR થઇ
પ્રતિકાત્મક તસવીર

આ મામલે કઠુઆ પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્સન ઓફ ઇન્સલ્ટ ટૂ નેશનલ ઓનર એક્ટની કલમ 2 હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીમાં એક રેલીમાં દેશના રાષ્ટ્રધ્વજને ઉંધો પ્રદર્શિત કરવામાં આવ્યો હોવાનો આરોપ છે અને આ મામલે આરોપીઓ સામે ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.

ભાજપના સિનીયર નેતા રાજીવ જાસરોટિયા આ રેલીને કથુઆમાં લીડ કરી રહ્યા હતા. રાષ્ટ્રધ્વજનાં અપમાન બદલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, અજાણ્યા માણસો સામે કઠુઆ પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્સન ઓફ ઇન્સલ્ટ ટૂ નેશનલ ઓનર એક્ટની કલમ 2 હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસી વિનોદ નિજહાવને આ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતાની આગેવાનીમાં નીકળેલી રેલીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે. રાજીવ જાસરોટિયા પૂર્વ મંત્રી છે.

આ પણ વાંચો

ભારતનાં સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજને 111 વર્ષ પૂરા: સાડીમાંથી બનાવ્યો હતો આ ધ્વજ

1100 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે સુરતમાં નીકળી ત્રિરંગા યાત્રા, જુઓ ડ્રોનની નજરેજાસરોટિયા કઠુઆ વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. આ રેલી શીવનગરથી નીકળી હતી. ફરિયાદીઓ પોલીસ ફરિયાદ કરતી વખતે વીડિયો પૂરાવા તરીકે રજૂ કર્યો હતો. આ વીડિયોમાં એક માણસ ભાજપનાં ધારાસભ્યની પાછળ ઉભો છે અને તે પોતે તિરંગાને ઉંધો પકડીને પ્રદર્શિત કરી રહ્યો હતો. આ રેલી બે કિલોમીટર લાંબી ચાલી હતી. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રકારનુ કૃત્યુ અત્યંત ખરાબ છે અને રાષ્ટ્રભક્ત નાગરિકોની લાગણી દુભાણી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

 
First published: September 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading