કર્મચારીના આપઘાત કેસમાં બીજેપી મંત્રીની પુત્રવધૂ સામે ફરિયાદ દાખલ

News18 Gujarati
Updated: April 1, 2020, 6:12 PM IST
કર્મચારીના આપઘાત કેસમાં બીજેપી મંત્રીની પુત્રવધૂ સામે ફરિયાદ દાખલ
આપઘાત કરી લેનાર યુવક.

કર્મચારીએ આગ્રાના શાંતિ ફૂડના ધાબા પરથી કૂદીને આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો.

  • Share this:
આગ્રા : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આગ્રામાં શાંતિ ફૂડની છત પરથી એક કર્મચારીએ કૂદીને આપઘાત (Suicide)કરી લીધો હતો. આ મામલે માલકણ સીમા ચૌધરી (Seema Chaudhury)સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીમા ચૌધરી ઉત્તર પ્રદેશના યોગી સરકારમાં રાજ્યમંત્રી રહેલા ઉદયભાન સિંહ (Udaybhan Singh)ની પુત્રવધૂ છે. આ મામલે સિંકદરાના પ્રાક્ષી ટાવર ચોકીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિપોર્ટમાં સીમા ચૌધરી પર આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ છે. એસપી સીટી બોત્રે રોહન પ્રસાદના કહેવા પ્રમાણે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

સીમા ચૌધરી પર લગાવ્યો હતો આક્ષેપ

નોંધનીય છે કે શાંતી ફૂડની છત પરથી કૂદીને એક કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી, જે બાદમાં હાહાકાર મચી ગયો હતો. આત્મહત્યા પહેલા યુવકે મોકલેલા સંદેશમાં માલકણ સીમા ચૌધરી પર અનેક આક્ષેપ લગાવ્યા હતા.

હકીકતમાં યુવક શિલોંગનો રહેવાશી હતી. યુવકનું નામ એલ્ડ્રિન લિંગદોહ હતું. કહેવામાં આવી રહ્યું છે કે યુવક ઉદયભાનસિંહની પુત્રવધૂ સીમા ચૌધરીના સિકંદરા સ્થિત શાંતિ ફૂડ રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો.

આ પણ વાંચો :  ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ખેડૂતોને ધીરાણ પરત કરવામાં બે મહિનાની છૂટ આપી

મંગળવારે યુવકે શિલોંગમાં રહેતા પોતાના સંબંધીને વોટ્સએપ પર સુસાઇડ નોટ મોકલી હતી. આ સુસાઇડ નોટ યુવકના સંબંધીએ મેઘાલયના એડીજી કાનૂન વ્યવસ્થાને મોકલી હતી. જે બાદમાં આગ્રા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદમાં આગ્રા પોલીસ યુવકને મેસેજના આધારે કેસ દાખલ કર્યો હતો.ઇનપુર : હિમાંશુ ત્રિપાઠી
Published by: Vinod Zankhaliya
First published: April 1, 2020, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading