Home /News /national-international /

ગઢચિરોલીમાં થયેલા હુમલા મામલે ટોચનાં નકસલ નેતાઓ સામે FIR

ગઢચિરોલીમાં થયેલા હુમલા મામલે ટોચનાં નકસલ નેતાઓ સામે FIR

ગઢચિરોલીમાં થયેલો નક્સલી હુમલો

પહેલી મેના રોજ ગઢચિરોચી જિલ્લામાં આઇડી બ્લાસ્ટમાં 10 પોલીસ જવાનો અને ડ્રાઇવરનાં મોત નિપજ્યાં હતા.

    મુંબઇ: થોડા દિવસો પહેલા ગઢચિરોલીમાં થયેલા નક્સલવાદી હુમલા મામલે મોટા નક્સલવાદી નેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

    કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)નાં ટોચનાં નેતાઓ અને 120 અન્ય લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પહેલી મેના રોજ મહારાષ્ટ્ર રાજ્યનાં ગઢચિરોચી જિલ્લામાં આઇડી બ્લાસ્ટમાં 10 પોલીસ જવાનો અને ડ્રાઇવરનાં મોત નિપજ્યાં હતા.

    આ ઘટનાં જાબુંરખેડા અને કુરખેડા ગામની વચ્ચે બની હતી. આ સ્થળ મુંબઇથી 900 કિમી દૂર આવેલું છે. પોલીસ જવાનો એક ગાડીમાં ગઢચિરોલી તરફ જઇ રહ્યા હતા.

    પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, ગઢરિચોલીનાં પુરદા પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    પોલીસે જણાવ્યું કે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)નાં પૂર્વ જનરલ સેક્રેટરી મુપ્પલા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપથી, નાંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બસવરાજ આ પહેલા માઓવાદી સગંઠનનાં સેન્ટ્રલ મિલિટ્રી કમિશનનો મુખિયા હતો. આ સગંઠન પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.

    આ સિવાય, પોલીસ ફરિયાદમાં વેણુગોપાલ રાવ ઉર્ફે ભુપથી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

    આ નેતાઓ સિવાયસ પુલુરી પ્રસાદ રાવ, ચંન્દ્રન્ના, લોકાતિ, ચન્દ્રન રાવ, ગોકુલ મદાવી, નવલુરામ, તુલાવી, દિનકર ગોત્તા, વિલાસ કોલ્લા, જગદિશ તેકમ, મધુ માનસિંગ, ઉમેશ વડ્ડો, મેનિ બોગ્ગા, વિનોદ બોગ્ગા અને કેદાર પીજો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Maharashtra, એફઆઇઆર, નક્સલ

    આગામી સમાચાર