સીબીઆઈએ આર.પી. ઇન્ફોસિસ્ટમ્સ અને તેના ડિરેક્ટર્સ વિરુદ્ધ રૂ. 515.15 કરોડના ગોટાળોના કેસ નોંધ્યો છે. કેનરા બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને પીએનબીના સંગઠન પાસેથી બોગસ શેર બતાવીને પૈસા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેંકોના સંગઠનો પાસેથી પૈસા લેવા માટે બોગસ ડ્રોઇંગ પાવર લેટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં બેંકોના અલગ અલગ સભ્યો દ્વારા લેટર ઓફ ક્રેડિટ ખોલવામાં આવ્યા હતા.
આ લોકો સામેલ
ફરિયાદ પ્રમાણે ત્રણ લોકો શિવાજી પંજા, કૌસ્તૂવ રે અને બાફાના રે પ્રમુખ છે.
અત્યાર સુધી આ ગોટાળોનો થઈ ચુક્યો છે ખુલાસો
1) પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 12,700 કરોડ જેટલા ગોટાળાની વિગત સામે આવી છે. ભારતીય બેન્કિંગના ઇતિહાસમાં આને સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.
2) નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ દેશની અન્ય એક કંપનીએ સરકારી બેંકને આશરે રૂ. 109 કરોડનો ચૂનો લગાવ્યો હતો. સીબીઆઈએ રવિવારે (25 ફેબ્રુઆરી) રૂ. 109 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સિંભોલી શુગર લિમિટેડ સામે કેસ દાખલ કર્યો હતો. સમાચાર પ્રમાણે આ કંપનીએ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને રૂ. 109 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. તપાસ એજન્સીએ કંપનીના સીઈઓ જીએસસી રાવ, સીએફઓ સંજય તપરિયા, કાર્યકારી ડિરેક્ટર ગુરસિમરન કૌર માન, ડીજીએમ ગુરપાલ સિંહ અને અન્ય કાર્યકારી ડિરેક્ટર સામે કેસ નોંધ્યો છે. ગુરપાલસિંહ પંજાબના વર્તમાન મુખ્યમંત્રી અરમિન્દરસિંઘના જમાઈ છે.
3) બેંકો સાથે રૂ. 3700 કરોડના ફ્રોડના કેસમાં સીબીઆઈએ રોટોમેક પેન કંપનીના માલિક વિક્રમ કોઠારી અને તેના પુત્ર રાહુલ કોઠારીને ધરપકડ કરી છે. આ બંને રોટોમેક કંપનીના માલિક છે. જે કાનપુર સ્થિત છે.
4) કાનપુરમાં જ ફરી એક વખત રોટોમેકના વિક્રમ કોઠારીથી મોટો ગોટાળો સામે આવ્યો છે. ડો. એમપી અગ્રવાલની કંપની લક્ષ્મી કોટન લિમિટેડે 16 બેંકો સાથે રૂ. 3972 કરોડની લોન લીધી હતી. હવે આ કંપની ડિફોલ્ટર થઈ ગઈ છે.
નોંધનીય છે કે અગ્રવાલની કંપની શ્રી લક્ષ્મી કોટન ટેક્સટાઇલ અને ડિફેન્સ મટિરિયલ બનાવે છે. કંપનીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ. 3904 કરોડ, યૂકો બેંક પાસેથી રૂ. 65 કરોડ, અને આઈસીઆઈસીઆઈ પાસેથી રૂ. 5 કરોડની લોન લીધી હતી. જે કંપનીએ બેંકને પરત ચુકવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર