Bully Bai મોબાઈલ એપની સામે FIR, IT મંત્રીએ કહ્યું- APP બનાવનારને પણ કર્યો બેન
Bully Bai મોબાઈલ એપની સામે FIR, IT મંત્રીએ કહ્યું- APP બનાવનારને પણ કર્યો બેન
Bully Bai મોબાઈલ એપની સામે FIR (પ્રતિકાત્મક તસવીર)
Bulli Bai : એક મહિલા પત્રકારે પોલીસને જણાવ્યું છે કે, અજાણ્યા લોકોનું એક જૂથ તેને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમની છબી કલંકિત થઈ છે. આ આધારે, દક્ષિણ-પૂર્વ દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 509 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
નવી દિલ્હી: દિલ્હી પોલીસે રવિવારે મોબાઈલ એપ 'બુલી બાઈ' (Bully Bai) વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓની વિવાદાસ્પદ તસવીરો અપલોડ કરવા બદલ FIR નોંધી છે. એક મહિલા પત્રકારે પોલીસને જણાવ્યું છે કે, અજાણ્યા લોકોનું એક જૂથ તેને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમની છબી કલંકિત થઈ છે. આ આધારે, દક્ષિણ-પૂર્વ દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 509 (મહિલાની ગરિમાનો ભંગ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 'બુલી બાઈ' (Bully Bai) એપના નિર્માતા પર પણ પ્રતિબંધ (Block) મૂકવામાં આવ્યો છે. 'બુલી બાઈ' ગિટહબ (GitHub) નામના પ્લેટફોર્મ પર બનાવવામાં આવી હતી. વૈષ્ણવે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, એ પુષ્ટિ કરી છે કે તેણે 'બુલી બાઈ' બનાવનાર યુઝરને બ્લોક (Block)કરી દીધા છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સંદર્ભમાં શિવસેનાના રાજ્યસભા સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ વૈષ્ણવને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીને લઈને પ્રશ્ન કર્યો હતો. તેણે ટ્વીટર પર લખ્યું, 'સાંપ્રદાયિક ધોરણે મહિલાઓ વિરુદ્ધ આવા ચિત્રણના કિસ્સામાં તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. આ અંગે મેં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ઘણી વખત પત્ર લખ્યો છે. પરંતુ અફસોસની વાત એ છે કે આજ સુધી આ બાબતની સતત અવગણના કરવામાં આવી રહી છે.
નોંધપાત્ર રીતે, રિપોઝીટરી હોસ્ટિંગ સેવા ગીટહબ પર બનાવવામાં આવેલી એક વિવાદાસ્પદ મોબાઇલ એપ્લિકેશને મુસ્લિમ મહિલાઓની સંમતિ વિના તેમની છબીઓ અપલોડ કર્યા પછી સોશિયલ મીડિયા પર લોકોમાં આક્રોશ ફેલાયો છે. 'બુલ્લી બાઈ' નામની આ એપ કથિત રીતે મુસ્લિમ મહિલાઓની તસવીરોની હરાજી કરતી જોવા મળી હતી.
થોડા મહિનાઓ પછી કેટલાક અજાણી વ્યક્તિઓએ આવી જ એક એપ 'સુલ્લી ડીલ' બનાવી, જેમાં સેંકડો મુસ્લિમ મહિલાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવ્યા અને તેની હરાજી કરવામાં આવી. સોશિયલ મીડિયા પર આક્રોશને પગલે એપને હટાવી દેવામાં આવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર