Home /News /national-international /બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈને હોંશિયારી ભારે પડશે, SC-ST એક્ટમાં નોંધાઈ ફરિયાદ

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈને હોંશિયારી ભારે પડશે, SC-ST એક્ટમાં નોંધાઈ ફરિયાદ

શાલિગ્રામ ગર્ગ- ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો નાનો ભાઈ

પોલીસે જણાવ્યું છે કે, બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રમા ગર્ગ વિરુદ્ધ આઈપીસીની કલમ 294,323,506, 427 અને એસસી-એસટી અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.

ભોપાલ: છતરપુરના બહુચર્ચિત બાગેશ્વર ધઆમના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. તેના પર દલિતો સાથે મારપીટ કરવા અને પિસ્તોલ બતાવવાના આરોપ લાગ્યા છે. પોલીસે શાલિગ્રામ વિરુદ્ધ એસસી-એસટી સહિત કેટલીય ગંભીર ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 11 ફેબ્રુઆરીએ એક લગ્ન પ્રસંગમાં ઘુસી જઈને હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈની દબંગાઈ: દલિતોના લગ્નમાં ઘુસી પિસ્તોલ બતાવી ગાળો ભાંડવા લાગ્યો

પોલીસે જણાવ્યું છે કે, બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રમા ગર્ગ વિરુદ્ધ આઈપીસીની કલમ 294,323,506, 427 અને એસસી-એસટી અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. આરોપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ શાલિગ્રામના હાથમાં એક દેશી પિસ્તોલ અને મોમાં સિગારેટ છે. આ વીડિયોમાં દલિતો સાથે મારપીટ કરતો દેખાઈ રહ્યો છે.


બમીઠા પોલીસે દલિત છોકરીના પિતાની ફરિયાદ પર 20 ફેબ્રુઆરીએ સાંજે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. આરોપીની ધરપકડના પ્રયાસ થઈ રહ્યા છે. આરોપ છે કે, શાલિગ્રામે દલિતોને ગાળો આપી. આ વીડિયોની તપાસ એસપીએ ટીમને સોંપી દીધી છે. હાલમાં આ મામલો ખૂબ ચગ્યો છે.
First published:

Tags: Bhopal News, SC ST ACT