ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નને લઈ કથિત રીતે વાંધાજનક ભાષાનો ઉપયોય કરવાને લઈ આસામના પ્રસિદ્ધ ગાયક જુબીન ગર્ગની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
મૂળે, વોટ્સએપ પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં કથિત રીતે જુબીન ગર્ગે ભારત રત્નને લઈ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો. આ ઓડિયો ક્લિપમાં ગર્ગ કથિત રીતે પોતાનું નવું ગીત 'પોલિટિક્સ ના કરિબો બંધૂ' (રાજકારણ ન કરો દોસ્ત) ગીત બાદ ભારત રત્નને લઈ અપશબ્દ કહેતા સંભળાય છે.
તેને લઈને આસામના ભાજપ ખેડૂત મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ સત્ય રંજન બોરાહે હોજઈ જિલ્લાના લંકા પોલીસ સ્ટેશનમાં શનિવારે (26 જાન્યુઆરી) એફઆઈઆર નોંધવામાં આવી. બોરાહે ફેસબુક પર એક નિવેદનમાં લખ્યું છે, જુબીન ગર્ગથથી મને કોઈ અંગત પરેશાની નથી, પરંતુ તેનો વ્યવહાર આસામના સ્વસ્થ અને સભ્ય સામાજ માટે સ્વીકાર્ય નથી.
બોરાએ સાથોસાથ કહ્યું કે, જુબીન ગર્ગ એક સંસ્થાન છે. ઘણા લોકો તેના પ્રશંસક છે અને તેને ફોલો કરે છે. ભારત રત્નને બદનામ કરીને તેઓએ ડો. ભૂપેન હજારિકાનું પણ અપમાન કર્યું છે, જેમને લોકો આસામના અવાજ તરીકે જાણે છે અને તેમની ઉપર ગર્વ કરે છે.
ઉલ્લેખનીય છે કે, જુબીન ગર્ગએ 2016ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાન માટે એક ગીત લખ્યું હતું, પરંતુ વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલને લઈને તે સત્તાધારી પાર્ટીથી નારાજ વે. તેમણે ભાજપને પોતાના ગીત માટે ફી માંગવાની સાથે ચૂંટણીમાં તેમના આ ગીતના કારણે મળેલા વોટ સરેન્ડર કરવાની માંગ કરી હતી.
મૂળે, નાગરિકતા સંશોધન બિલને લઈને આસામ સહિત પૂર્વોત્તરના વિભિન્ન રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ બિલમાં 1955ના નાગરિકતા કાયદામાં સંશોધનની વાત કહેવામાં આવી છે, જે લાગુ થઈ જતાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા પડોસી દેશોથી આવેલા હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓ માટે ભારતની નાગરિકતા લેવાની પ્રક્રિયાને સરળ કરવામાં આવી છે. તે મુજબ તેઓ 6 વર્ષ ભારતમાં રહ્યા બાદ કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતની નાગરિકતા ગ્રહણ કરી શકશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર