Home /News /national-international /Russia Ukraine war: શું સ્વીડન અને ફિનલેન્ડ સરળતાથી NATOના સભ્ય બની જશે? પુતિને આપી આવી ધમકી

Russia Ukraine war: શું સ્વીડન અને ફિનલેન્ડ સરળતાથી NATOના સભ્ય બની જશે? પુતિને આપી આવી ધમકી

ષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે નાટોના વિસ્તરણથી રશિયાને જવાબ આપવાની ફરજ પડી શકે છે

russia ukraine crisis - ફિનલેન્ડ રશિયા સાથે 1300 કિ.મી.ની સરહદ ધરાવે છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી સ્વીડન પણ પરેશાન છે. જેથી તેઓ નાટોમાં જોડાવા તરફ આગળ વધી રહ્યા છે

World news: સ્વીડન અને ફિનલેન્ડ નાટો (Sweden and Finland in NATO)માં જોડાવા તૈયાર છે અને તેમણે સભ્યપદની અરજીઓ સબમિટ કરી છે. તુર્કી (Turkey)ની લશ્કરી જોડાણને રોકવાની ધમકી હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાટોમાં (NATO)જોડાણ બાબતે સ્વીડનના વડાપ્રધાન મેગ્ડાલેના એન્ડરસને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સૌલી નિનિસ્ટો સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, મને ખુશી છે કે અમે એક સારો રસ્તો પસંદ કર્યો છે અને અમે સાથે મળીને આ નિર્ણય લઈ શકીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ફિનલેન્ડ રશિયા સાથે 1300 કિ.મી.ની સરહદ ધરાવે છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી સ્વીડન પણ પરેશાન છે. જેથી તેઓ નાટોમાં જોડાવા તરફ આગળ વધી રહ્યા છે. રશિયાના આક્રમણ સામે સંરક્ષણ તરીકે ગઠબંધનમાં જોડાવાથી દાયકાઓના લશ્કરી બિનજોડાણવાદનો અંત આવશે.

પુતિને શું ધમકી આપી?

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે નાટોના વિસ્તરણથી રશિયાને જવાબ આપવાની ફરજ પડી શકે છે. પરંતુ ફિનલેન્ડ અને સ્વીડનના સભ્યપદ સામે નાટોની અંદરથી જ પડકાર આવી શકે છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ બંને દેશોનું ખુલ્લા હાથે સ્વાગત કરે છે. બીજી તરફ તુર્કીએ ફિનલેન્ડ અને સ્વીડન પર આતંકવાદી જૂથોના ગઢ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે તે વિસ્તરણને મંજૂરી આપશે નહીં.

જોડાણ માટે તમામ સભ્યોની સંમતિ જરૂરી

નાટોના તમામ 30 સભ્યો સહમત થાય તે પછી જ કોઈ દેશનું જોડાણ સ્વીકારવામાં આવે છે. ત્યારે વોશિંગ્ટનમાં વિદેશી પ્રવક્તા નેડ પ્રાઇસે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અંકારા આ ગઠબંધનમાં બંને દેશોના પ્રવેશમાં અવરોધ ઊભો નહીં કરે. એન્ડરસન અને નિએનિસ્ટો આ ઐતિહાસિક બિડ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવાના છે. યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા જોસેપ બોરેલે જણાવ્યું હતું કે, બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સંરક્ષણ પ્રધાનોની બેઠક બાદ જોડાણને સંપૂર્ણ ટેકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આનાથી નાટોના સભ્યોની સંખ્યામાં અને યુરોપની તાકાત અને સહયોગમાં વધારો થશે.

આ પણ વાંચો - પ્રેગ્નેન્ટ પત્નિ સાથે હનીમૂન મનાવવા પહોંચ્યો હતો વ્યક્તિ, બીચ પર ગોળી મારી કરાઈ હત્યા

સભ્યપદ બાબતે લાંબી ચર્ચા થઈ

ફિનલેન્ડ 75 વર્ષ જૂની સૈન્ય બિનજોડાણવાદી નીતિ ધરાવે છે. પરંતુ લગભગ દોઢ દિવસ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ ફિનલેન્ડના 200માંથી 188 સાંસદોએ નાટોના સભ્યપદના સમર્થનમાં મતદાન કર્યું હતું. જે તેની નીતિની વિપરીત હતું. ચર્ચાની શરૂઆત કરતા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સના મરિને સંસદમાં કહ્યું કે, આપણી સુરક્ષાનો માહોલ બદલાઈ ગયો છે. રશિયા એકમાત્ર એવો દેશ છે જે યુરોપની સુરક્ષાને જોખમમાં મૂકે છે અને ખુલ્લેઆમ લડવા માટે તત્પર છે.

શું કહે છે લોકો?

સ્વીડન-ફિનલેન્ડ લગભગ એક સદી સુધી રશિયન સામ્રાજ્યનો ભાગ હતા. તેને 1917માં આઝાદી મળી હતી. ત્યાર બાદ 1939માં સોવિયત સંઘે તેના પર આક્રમણ કર્યું હતું. લોકોના અભિપ્રાય મુજબ, ફિનલેન્ડના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો જોડાણ સાથે જવા માંગે છે. આ સંખ્યા યુક્રેન સાથે યુદ્ધ ફાટી નીકળતા પહેલાના અભિપ્રાય કરતા ત્રણ ગણી વધારે છે. સ્વીડનનું આ પરિવર્તન એકદમ આઘાતજનક છે, કારણ કે તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંપૂર્ણપણે તટસ્થ હતું અને છેલ્લા 200 વર્ષથી લશ્કરી જોડાણમાંથી બહાર છે.

તુર્કીને શું વાંધો છે?

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડીગાન દ્વારા હેલસિંકી અને સ્ટોકહોમ પર કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગયાવાયો છે. આ જૂથે દાયકાઓથી તુર્કી સામે બળવો કર્યો છે. સીરિયા પર થયેલા સૈન્ય હુમલાને લઈને સ્વીડને પણ 2019માં હથિયારોનું વેચાણ બંધ કરી દીધું હતું.

તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, અમે નાટોમાં જોડાવા માટે તુર્કી પર પ્રતિબંધો લાદનારા લોકોને હા નહીં પાડીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠનો અંગે કોઈ પણ દેશનું સ્પષ્ટ વલણ નથી. ડિપ્લોમેટિક સૂત્રો પાસેથી એએફપીને મળેલી માહિતી મુજબ તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડના સભ્યપદના પક્ષમાં નાટોના ઘોષણાપત્રને રોકી દીધું છે. જેથી હવે સ્વીડન અને ફિનલેન્ડે તુર્કીના અધિકારીઓને મળવા માટે પ્રતિનિધિમંડળ મોકલ્યું છે.

બીજી તરફ એન્ડરસને જણાવ્યું હતું કે, સ્વીડનને નાટોમાં તુર્કી સાથે નજીકથી કામ કરવામાં આનંદ થશે અને સ્ટોકહોમ તમામ પ્રકારના આતંકવાદ સામે લડવા માટે સમર્પિત છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन