મોદીએ ગાંધીજીથી શીખી 3 મોટી વાતો, તેથી દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો

News18 Gujarati
Updated: January 30, 2019, 2:54 PM IST
મોદીએ ગાંધીજીથી શીખી 3 મોટી વાતો, તેથી દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો
પીએમ મોદીને ગાંધીજીથી શાંતિ અને અહિંસાથી માનવતાને એકજૂથ કરવાની પ્રેરણા મળી. (ફાઇલ ફોટો)

ગાંધીજી ભલે અકાળે દુનિયા છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમના વિચાર આજે પણ જીવંત છે

  • Share this:
30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગોડસેએ બાપૂ પર તે સમયે ગોળી ચલાવી જ્યારે તેઓ દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થનાથી ઉઠી રહ્યા હતા. ત્યારબાદ ગોડસેની વિરુદ્ધ શિમલાની કોર્ટમાં કેસ ચાલ્યો અને 15 નવેમ્બર 1949ના રોજ નથૂરામ ગોડસેને ગાંધીની હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવવામાં આવી. ગાંધીજી ભલે અકાળે દુનિયા છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમના વિચાર આજે પણ જીવંત છે, જેની પર ચાલી અનેક સામાન્ય લોકો ખાસ લોકો બની ચૂક્યા છે. કંઈક એવા જ પીએમ નરેન્દ્ર મોદી પણ છે, જેઓએ ગાંધીજીની શિખવાડેલી વાતોનું અનુકરણ કર્યું છે અને દુનિયામાં તેમનો ડંકો વાગી રહ્યો છે. મોદીએ પોતે 2 ઓક્ટોબરે એક લેખ દ્વારા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આવો એક નજર નાખીએ તે 3 વાતો પર જે મોદીએ મહાત્મા ગાંધી પાસેથી શીખી.

1. 2 ઓક્ટોબર 2018ના રોજ અખબારમાં છપાયેલા લેખ મુજબ, પીએમ મોદીને ગાંધીજીથી શાંતિ, અહિંસાથી માનવતાને એકજૂથ કરવાની પ્રેરણા મળી. ગાંધીજીની સમાનતા અને સમાવેશી વિકાસ સિદ્ધાંતથી જ પીએમ મોદીને વિકાસનું સૂત્ર મળ્યું.

2. 2014માં પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી, તેની પ્રેરણા પણ તેમને મહાત્મા ગાંધીના જીવનથી મળી હતી. પીએમ મોદીના લેખ મુજબ, વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે..આ બાપૂજીની સૌથી પ્રિય પંક્તિઓમાંથી એક હતી. આ તે ભાવના હતી, જેણે તેમને બીજાઓ માટે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા.

પીએમ મોદીને મહાત્મા ગાંધી પાસેથી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવાની પણ પ્રેરણા મળી. (ફાઇલ ફોટો)


3. પીએમ મોદીને મહાત્મા ગાંધી પાસેથી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવાની પણ પ્રેરણા મળી. મોદીના લેખ મુજબ, મહાત્મા ગાંધીએ એક સદીથી પણ પહેલા, માનવની આવશ્યક્તા અને તેના લાલચની વચ્ચે અંતર સ્પષ્ટ કર્યું હતું. તેઓએ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરતાં સમય સંયમ અને કરુણા, બંનેના પાલનની સલાહ આપી, અને સ્વયં તેનું પાલન કરીને દાખલો રજૂ કર્યો હતો. તેઓ પોતાનું શૌચાલય પોતે સાફ કરતા હતા અને આસપાસના વાતાવરણની સ્વચ્છતા સુનિશ્ચિત કરતા હતા. ગાંધીજી તે સુનિશ્ચિત કરતા હતા કે પાણી ઓછામાં ઓછું વેઢફાય અને અમદાવાદમાં તેઓએ એક વાત પર વિશેષ ધ્યાન આપ્યું કે દૂષિત પાણી સાબરમતીના જળમાં ન ભળે.

આ પણ વાંચો, ગાંધીજીની હત્યાની ખબર બ્રેક કરનાર ખબરપત્રીએ રડતાં-રડતાં લખ્યો હતો રિપોર્ટ
First published: January 30, 2019, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading