જુદાં જુદાં શિવલિંગની પૂજાથી મળતાં ફળ જાણો

Sanjay Joshi | News18 Gujarati
Updated: February 5, 2018, 1:11 PM IST
જુદાં જુદાં શિવલિંગની પૂજાથી મળતાં ફળ જાણો
જુદાં જુદાં શિવલિંગની પૂજાથી મળતાં ફળ જાણો.

  • Share this:
જેનાથી આખું વિશ્વ ઉપન્ન થયું છે અને જેનામાં તે સમાઈ જવાનું છે એને લિંગ કહેવાય છે. લિંગ ભગવાન શિવનું શરીર છે. શિવજીની સ્થૂળ મૂર્તિને શિવલિંગ કહેવામાં આવે છે. બ્રહ્માંડ તેમનું લિંગ છે અર્થાત જ્ઞાપક છે. મૂર્તિપૂજામાં દશ્યથી અદશ્યની પૂજા કરવાનો ભાવ સમાયેલો છે. જેમ શાલિગ્રામમાં વિષ્ણુની
ભાવના રહેલી છે એમ લિંગમાં શ્રી શિવજીની ભાવના રહેલી છે.

લિંગ સ્થાપન કરવું હોય તો લિંગ-વિસ્તારના ત્રણ ભાગ કલ્પવાઃ ઉપરનું સ્થાપન કરવું હોય તો લિંગ શિર બનશે. નીચેથી ત્રણ ભાગો- બ્રહ્મા, વિષ્ણુ, શંકર ગણવા. આમ, આ ત્રણે દેવનું પૂજન લિંગ-પૂજામાં આવી જાય છે. જુદા જુદા પદાર્થમાંથી શિવલિંગ બનાવી શકાય છે. દરેક શિવલિંગનાં ફળ-મહાત્મ્ય હોય છે.

પિત્તળમાંથી બનાવેલા શિવલિંગની પૂજાથી દરિદ્રતા નષ્ટ થાય છે. ચાંદીમાંથી બનાવેલા શિવલિંગની પૂજાથી ધન-ધાન્યમાં વુદ્ધિ થાય છે. લોખંડમાંથી બનાવેલા શિવલિંગની પૂજાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. યજ્ઞકુંડની ભસ્મ વડે બનાવેલા શિવલિંગની પૂજાથી ઇચ્છેલી વસ્તુ પ્રાપ્ત થાય છે. મોતીમાંથી બનાવેલા શિવલિંગની પૂજાથી સ્ત્રીની ભાગ્યવૃદ્ધિ થાય છે.

જવ અને ઘઉં ચોખાને સમાન ભાગે મેળવી તેના લોટ વડે બનાવેલા શિવલિંગથી પૂજા કરવાથી શરીર અને સ્વાસ્થ્ય સારું રહે છે અને સંતાનપ્રાપ્તિ થાય છે. સાકરમાંથી બનાવેલા શિવલિંગની પૂજાથી રોગમુક્તિ થાય છે. ગોળથી બનાવવામાં આવેલા શિવલિંગથી પ્રેમ-પ્રીતિ પ્રાપ્ત થાય છે. ગોળમાં અનાજ લગાવી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી અન્ન ઉત્પાદન વધુ થાય છે. ફૂલોથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી ભૂમિસંપત્તિ પ્રાપ્ત થાય છે. ફળને શિવલિંગની જેમ ઊભું રાખી તેની પૂજા કરવાથી ફળવાટિકામાં ફળ ઊપજે છે.

દહીં વડે બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી ધન-સુખ પ્રાપ્ત થાય છે. માખણ અથવા વૃક્ષનાં પાંદડાં પીસીને બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી માનવી સૌભાગ્યશાળી બને છે. ધરો ઘાસને ગૂંથીને બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. વાંસના અંકુરમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે. તલને પીસીને બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી ઇચ્છ પૂર્ણ થાય છે.કપૂરમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી ભક્તિ-મુક્તિ સાધ્ય બને છે. કસ્તૂરી અને ચંદનથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી શિવ-સાયુજ્ય
મળે છે. સોનામાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે. લહસનિયા પથ્થરમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી શત્રુનો નાશ થાય છે. સ્ફટિક તથા બીજા રત્નોમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી માનવીએ ઇચ્છેલી કામનાઓ પૂર્ણ થાય છે. પારાથી બનાવેલું શિવલિંગ શ્રેષ્ઠ છે. એને જ્યોતિર્લિંગથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના પૂજનથી બધાં પાપોનો નાશ થાય છે. તે સુખદાયક અને મોક્ષદાતા છે.

-Sanjaybhai D. Joshi

 
First published: February 4, 2018
વધુ વાંચો
अगली ख़बर