Home /News /national-international /આર્થિક સર્વે: ભારતમાં ખાલી 3 ટકા લોકો સદ્ધર, 46 ટકા લોકો 15 હજારના પગારમાં ચલાવે છે ઘર

આર્થિક સર્વે: ભારતમાં ખાલી 3 ટકા લોકો સદ્ધર, 46 ટકા લોકો 15 હજારના પગારમાં ચલાવે છે ઘર

financial insecurity survey

નાણાકીય સમાવેશની દિશામાં મજબૂત પ્રગતિ અને નાણાકીય સેવા ઉદ્યોગના વિસ્તાર છતાં દેશમાં લગભગ 69 ટકા પરિવાર પોતાની નાણાકીય સુરક્ષા અને નબળાઈનો સામનો કરી રહ્યા છે.

    નવી દિલ્હી: નાણાકીય સમાવેશની દિશામાં મજબૂત પ્રગતિ અને નાણાકીય સેવા ઉદ્યોગના વિસ્તાર છતાં દેશમાં લગભગ 69 ટકા પરિવાર પોતાની નાણાકીય સુરક્ષા અને નબળાઈનો સામનો કરી રહ્યા છે. એક સર્વે પર આધારિત રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આર્થિક સમાચારોના ડિજિટલ મંચ 'મની9' તરફથી વ્યક્તિગત નાણા વિશે કરવામાં આવેલા સર્વેના આધાર પર આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઈંડિયાઝ પર્સનલ ફાઈનાન્સ પલ્સ નામના આ સર્વેમાં ભારતીય પરિવારોની આવક, બચત, રોકાણ અને ખર્ચ સાથે જોડાયેલા બિંદુઓ પર વિવરણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે અનુસાર પરિવારની આવક, ખર્ચ અને બચતની રીત સમજવા માટે દેશની પ્રથમ નાગરિક નાણાકીય સુરક્ષા રેન્કીંગ મની9 નાણાકીય સુરક્ષા સૂચકાંક પણ જાહેર કર્યા છે. આ રિપોર્ટ અનુસાર, દેશમાં 4.2 ટકા સભ્યોવાળા એક પરિવારની સરેરાશ આવક 23,000 રૂપિયા પ્રતિ મહિનો છે. તો વળી 46 ટકાથી વધઆરે પરિવારોની સરેરાશ આવક 15,000 રૂપિયા પ્રતિ મહિનાથી પણ ઓછી છે. તેનો અર્થ એવો થાય છે કે, આ પરિવાર આકાંક્ષી અથવા નિમ્ન આવક ગ્રુપવાળા છે.

    સર્વેના મહત્વના મુદ્દા

    • દેશના 69 ટકા પરિવાર આર્થિક અસુરક્ષામાંથી પસાર થઈ રહ્યા છે

    • 4.2 સભ્યોવાળા પરિવારની સરેરાશ આવક 23 હજાર પ્રતિ મહિનો

    • 46 ટકાથી વધારે પરિવાર 15 હજાર પ્રતિ મહિનો કમાય છે

    • ભારતમાં ખાલી 3 ટકા લોકો જ આર્થિક રીતે સદ્ધર


    આ પણ વાંચો:  પીએમ મોદી ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમૂહલગ્નમાં આપશે હાજરી

    આ સર્વે રિપોર્ટ કહે છે કે, દેશમાં ફક્ત ત્રણ ટકા પરિવારોનું જ જીવન સ્તર વિલાસિતાથી ભરપૂર છે અને તેમાંથી પણ મોટા ભાગના પરિવાર ઉંચ્ચ આવક વર્ગવાળા છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે, લગભગ 70 ટકા પરિવાર બેન્ક જમા, વીમો, પોસ્ટ બચત અને સોનામાં રોકાણ કરીને પોતાની નાણાકીય બચત કરે છે. તેમાં પણ તેઓ સૌથી વધારે બેંક અથવા પોસ્ટમાં સેવિંગ કરે છે. તથા જીવન વીમો અને સોનાનું સ્થાન તો પછી આવે છે.

    આ પણ વાંચો: આજથી હું નવો કલેક્ટર છું: સ્કૂટી લઈને પહોંચેલા યુવકે ઓફિસમાં રૌફ જમાવ્યો, પોલીસ આવી ત્યાં ફરાર થઈ ગયો

    ભારતીય પરિવારોની બચતનો 64 ટકાથી વધારે ભાગ બેન્ક ખાતામાં જમા તરીકે આવે છે. જ્યારે ફક્ત 19 ટકા પરિવારો પાસે જ વીમા સુરક્ષા છે. મે અને સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવેલા આ દેશવ્યાપી સર્વેમાં 20 રાજ્યોના 31,510 પરિવારો સાથે વાત કરવામાં આવી હતી. આ દરમિયાન શહેર અને ગામડા એમ બંને સાથે વાત કરાઈ હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Financial crisis

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन