કેન્દ્રીય નાણાં વિભાગે વર્ષ 2017-18માં સંસદની મંજૂરી વિના જ રૂ.1157 કરોડ વધારે ખર્ચી નાખ્યા!

ફાઇલ ફોટો

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયે નવી સેવાઓ અથવા નવી સેવાઓના સાધનો સંબંધે ઉચિત વ્યવસ્થા ઉભી કરી ન હોવાના કારણે આ વધુ ખર્ચ થયો હતો.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય નાણાં મંત્રાયાલયે વર્ષ 2017-18 દરમિયાન વિવિધ મથાળા હેઠળ ફાળવાયેલા બજેટ કરતા રૂ.1157 કરોડ વધારે ખર્ચી કાઢ્યા છે. આ ખર્ચ માટે સંસદની પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી, તેવી જાણકારી મંગળવારે સંસદમાં રજુ કરવામાં આવેલા કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (સીએજી) ના અહેવાલના આધારે ધ્યાનમાં આવ્યું છે . કેન્દ્ર સરકારના ખાતાઓ માટે નાણાકીય ઓડિટ સંબંધિત 'કૅગ' ના અહેવાલમાં જણાવાયું છે કે, 2017-18 દરમિયાન સંસદની પૂર્વ સંમતિ વગર જ રૂ.1156.80 કરોડનો ખર્ચ કરી નાખ્યો હતો.

  આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયે નવી સેવાઓ અથવા નવી સેવાઓના સાધનો સંબંધે ઉચિત વ્યવસ્થા ઉભી કરી ન હોવાના કારણે આ વધુ ખર્ચ થયો હતો.

  કેન્દ્રીય નાણાં મંત્રાલય અંતર્ગત આર્થિક બાબતોના વિભાગે વધુ ખર્ચ અંગે જરૂરી પ્રાવધાન વધારવા માટે જે આવશ્યક મંજૂરી લેવી જોઈએ તેમાં નિષ્ફળ રહ્યું છે.

  આ પણ વાંચો : રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ: UPAથી 2.86 ટકા સસ્તો NDAનો રાફેલ સોદો

  કૅગે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાં મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો, વિભાગો ઉપર નાણાકીય શિસ્ત લાગુ કરવા માટે એક પ્રભાવશાળી તંત્ર તૈયાર થવું જોઈએ જેથી આ પ્રકારની ગંભીર ખામીઓનું પુનરાવર્તન ન થાય.

  આ અહેવાલ અનુસાર, પીસીએની ભલામણો છતાંય નાણાં મંત્રાલય દ્વારા આ પ્રકારનું તંત્ર ઉભું કરાયું નહોતું જેનાથી 2017-18માં 13 અનુદાનોના મામલમોમાં સંસદની મંજૂરી વિના જ કુલ રૂ. 1156.80 કરોડનો વધુ ખર્ચ કરી દેવાયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: