Home /News /national-international /નાણા મંત્રાલયના કર્મચારીની જાસૂસીના આરોપમાં ધરપકડ, અન્ય દેશોને વેચતો હતો ગુપ્ત માહિતી
નાણા મંત્રાલયના કર્મચારીની જાસૂસીના આરોપમાં ધરપકડ, અન્ય દેશોને વેચતો હતો ગુપ્ત માહિતી
નાણા મંત્રાલયના કર્મચારીની જાસૂસીના આરોપમાં ધરપકડ
આ કર્મચારીનું નામ સુમિત જણાવવામાં આવી રહ્યું છે, જે કોન્ટ્રાક્ટ પર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હતો. સુમિત પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ફોન દ્વારા તે અન્ય દેશો સાથે ગુપ્ત માહિતી શેર કરતો હતો.
નવી દિલ્હી: નાણા મંત્રાલયના એક કર્મચારીની જાસૂસીની શંકામાં ધરપકડ કરવામાં આવી છે. આ કર્મચારીનું નામ સુમિત જણાવવામાં આવી રહ્યું છે, જે કોન્ટ્રાક્ટ પર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના પર પૈસાના બદલામાં અન્ય દેશોને સંવેદનશીલ માહિતી વેચવાનો આરોપ છે.
સુમિત પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ફોન દ્વારા તે અન્ય દેશો સાથે ગુપ્ત માહિતી શેર કરતો હતો. સુમિત વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસની માહિતી આપતા દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, આરોપી સુમિત નાણા મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. પૈસા લઈને અલગ-અલગ દેશોને ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો. નાણા મંત્રાલય સાથે સંબંધિત ડેટા લીક કરી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને આરોપીના ફોનમાંથી ઘણા મહત્વપૂર્ણ ડેટા અને માહિતી મળી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર