ભારતીયો પાસે કેટલા કાળાનાણા? નાણા મંત્રાલયે માહિતી આપવાથી કર્યો ઈન્કાર

News18 Gujarati
Updated: July 24, 2018, 12:40 AM IST
ભારતીયો પાસે કેટલા કાળાનાણા? નાણા મંત્રાલયે માહિતી આપવાથી કર્યો ઈન્કાર

  • Share this:
નાણા મંત્રાલયે કાળા નાણાના અનુમાનને લઈને તૈયાર કરેલ ત્રણ રિપોર્ટની માહિતી આપવાથી ઈન્કાર કરી દીધો છે. મંત્રાલયનું કહેવું છે કે આ રિપોર્ટનો ખુલાસો કરવો સંસદના વિશેષાધિકારનો ઉલ્લંઘન ગણાશે. આ ત્રણ રિપોર્ટ દેશ અને વિદેશમાં ભારતીયો પાસે રહેલ કાળા નાણા વિશે છે.

તત્કાલીન યૂપીએ સરકારે 2011માં દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિશ ફાઈનાન્સ એન્ડ પોલીસી (એનઆઈપીએફપી) અને નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (એનસીઆઈઆર) તથા રાષ્ટ્રીય નાણા મેનેજમેન્ટ સંસ્થા ફરીદાબાદ પાસે આ રિપોર્ટ તૈયાર કરાવી હતી. સૂચના અધિકાર (આરટીઆઈ) હેઠળ માંગેલી જાણકારીના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, એનઆઈપીએફપી, એનસીએઈઆર અને એનઆઈએફએમની રિપોર્ટ સરકારને ક્રમશ: 30 ડિસેમ્બર 2013, 18 જુલાઈ 2014 અને 21 ઓગસ્ટ 2014ના દિવસે મળી હતી.

મંત્રાલયે કહ્યું કે, આ રિપોર્ટ પાછલા વર્ષ 21 જુલાઈએ સંસદની સ્થાયી કમિટીને સોપવામાં આવી હતી. હાલમાં આ મામલો કમિટી પાસે છે. આરટીઆઈ આવેદનના જવાબમાં મંત્રાલયે કહ્યું, 'આવી રીતની સૂચનાનો ખુલાસો સંસદના વિશેષાધિકારનો ઉલ્લંઘન હશે. એવામાં આરટીઆઈ કાયદાની કલમ 8 (1) (સી) હેઠળ આવી માહિતીનો ખુલાસો કરવાની પરવાનંગી નથી.'

આ કલમ હેઠળ તે માહિતી આપવા પર રોક છે જેમાં સંસદના વિશેષાધિકારનું હનન થતું હોય. જો કે, હાલમાં દેશ અને વિદેશમાં ભારતીયોના કાળા નાણાનો કોઈ અધિકારીક આંકડો નથી.

અમેરિકન શોધ સંસ્થાન ગ્લોબલ ફાયનાન્સિયલ ઈન્ટિગ્રિટી (જીએફઆઈ)ના એક અધ્યયન અનુસાર 2005થી 2014 દરમિયાન ભારતમાં અનુમાનિત: 770 અબજ ડોલરનું કાળું નાણુ આવ્યું. આ સમયગાળામાં દેશમાંથી 165 અબજ ડોલરની બ્લેકમની દેશની બહાર ગઈ.
First published: July 24, 2018, 12:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading