કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2022-23નું બજેટ રજૂ કર્યું. (તસવીર- ANI)
Union Budget-2022 : નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitaraman) પણ આ સંદર્ભ સાથે ઉલ્લેખ કર્યો છે કે તેમણે મહાભારતના શાંતિ પર્વ (Shanti Parv, Mahabharat)ના 72મા અધ્યાયના 11મા શ્લોકનો ઉલ્લેખ કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitaraman) તેમના બજેટ-2022 (Budget 2022)ના પોતાના ભાષણ દરમિયાન મહાભારતના એક શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો. આવકવેરા (Income Tax)ના દરમાં રાહતનો વિષય આવતાં જ તેમણે કહ્યું કે,‘આપણે આપણા પ્રાચીન ગ્રંથોમાંથી જ્ઞાન અને માર્ગદર્શન લઈને પ્રગતિના પંથે ચાલવાનું યથાવત રાખ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે રાજાએ કોઈપણ પ્રકારની ઢિલાઇ વિના અને ધર્મ પ્રમાણે કર વસૂલવો જોઈએ. ઉપરાંત રાજધર્મ અનુસાર શાસન કરીને લોકોના યોગક્ષેમ (કલ્યાણ) માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.’
નિર્મલા સીતારામણે (Finance Minister Nirmala Sitaraman) આ સંદર્ભ સાથે જણાવ્યું કે તેમણે મહાભારતના શાંતિ પર્વ (Shanti Parv, Mahabharat)ના 72માં અધ્યાયના 11મા શ્લોકનો ઉલ્લેખ કર્યો છે. જોકે તેમણે સમય બચાવવાના હેતુથી શ્લોક વાંચ્યો ન હતો. પરંતુ એ ઉમેરવું આવશ્યક છે કે આ બજેટ દરખાસ્તોનો સરકારનો 'ઉદેશ્ય' સ્થિર અને જાણીતી કર પ્રણાલી (Tax-System)ની અમારી જણાવેલી નીતિને વળગી રહેવાનો છે. ત્યાં જ આવા વધુ સુધારા લાવવા પડશે જે વિશ્વસનીય કર શાસન સ્થાપિત કરવાના અમારા વિઝનને આગળ લઈ જઇ શકે. તેમણે કહ્યું કે કર વ્યવસ્થાના જે સુધારો તેમણે જણાવ્યા છે તે, આ પ્રણાલીને વધુ પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત અમે મુકદ્દમાઓને ઓછાકરીશું.’
શ્લોકનો અર્થ નાણામંત્રીએ પોતે જ જણાવ્યો છે, જેનો ઉલ્લેખ શરૂઆતમાં જ કરવામાં આવ્યો છે. આના દ્વારા તેમણે જે સંદેશો આપ્યો તેનો અહીં ચોક્કસપણે ઉલ્લેખ કરી શકાય. તો સંદેશ હતો કે જે વર્ગ જેટલો પણ ટેક્સ આપી શકે છે. તેની પાસેથી તેટવો લેવો વ્યાજબી છે. એટલે કે મધ્યમવર્ગને જેટલી પણ રાહત મળી રહી છે અને જેટલી છૂટ મળી રહી છે, તે પણ સરકારની નજરમાં હાલ યોગ્ય છે. અને આ માટે નાણાપ્રધાને બજેટ ભાષણમાં કરદાતાઓનો પણ આભાર માન્યો હતો, 'હું આ અવસરને દેશના તમામ કરદાતાઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે અપાર સહકાર આપ્યો છે. અને જરૂરિયાતની આ ઘડીમાં આપણા સાથી નાગરિકોને મદદ કરીને સરકારના હાથ મજબૂત કર્યા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર