liveLIVE NOW

Union Budget 2022: 80 લાખ લોકોને મળશે સસ્તું ઘર, RBI ડિજિટલ કરન્સી લોંચ કરશે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ

Union Budget 2022 updates: નાણા મંત્રી નિર્મલા સીતારમણ Digital Budget રજૂ કર્યુ છે. આ બજેટમાં યુવાનો, ડિજીટલ કરન્સી, ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરી છે.

  • News18 Gujarati
  • | February 01, 2022, 13:33 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 8 MONTHS AGO
    15:50 (IST)
      Budget 2022: સોનાના દાગીના સસ્તા થશે રત્ન અને આભૂષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ સાથે આભૂષણ પર કસ્ટમ ડ્યૂટીને 5 ટકા કરી નાખી છે. જ્યારે સામાન્ય રીતે પોલિશ્ડ ડાયમન્ડ પર કોઈ ડ્યૂટી નહીં લાગે

    15:21 (IST)
      બજેટમાં નાણા મંત્રીએ કો-ઓપરેટિવ સોસાયટી માટે MAT (Minimum Alternate Tax) 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. આ ઉપરાંત 1 કરોડથી 10 કરોડ વચ્ચેની આવક વચ્ચે સરચાર્જને 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે.

    14:50 (IST)
    મસ્કતી માર્કેટનાં પ્રમુખ, ગૌરાંગ ભગત સાથે બજેટ પર ખાસ વાત
    14:25 (IST)

    UPનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ અંગે આપ્યું મહત્તવનું નિવેદન.

    બજેટ 2022 (Union Budget 2022 live updates) : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે 1 ફેબ્રુઆરી 2022ના (1 February 2022) રોજ નાણાંકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રજુ કર્યુ છે. સતત ચોથી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું છે. કોરોના કહેરના સંકટ વચ્ચે આ બજેટ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બધા સેક્ટરના લોકોની આ બજેટ (Budget 2022) પર આશા છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 કલાકે બજેટ રજુ કરવાનું શરૂ કર્યું હતુ.

    આ વર્ષે બજેટ કોરોનાના કારણે 2 તબક્કામાં રહેશે. પહેલો તબક્કો 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો રહેશે અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. 12 અને 13 માર્ચે રજા રહેશે. કુલ 29 બેઠકો હશે જેમા પ્રથમ ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો રહેશે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन