સરકારે સંસદમાં રજૂ કર્યો ઇકનૉમિક સરવે, 7% વિકાસ દરનું અનુમાન

News18 Gujarati
Updated: July 4, 2019, 12:20 PM IST
સરકારે સંસદમાં રજૂ કર્યો ઇકનૉમિક સરવે, 7% વિકાસ દરનું અનુમાન
દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સરવે રજૂ કર્યો હતો.

Economic Survey 2019: વર્ષ 2019-20 માટે દેશનો વિકાસ દર 7 ટકા રહે તેવી શક્યતા. વિશ્વની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનાવા સામેના પડકારોની ચર્ચા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સંસદમાં આજે મોદી સરકાર ઇકોનૉમિક સરવે રજૂ કર્યો હતો. બજેટના એક દિવસ પહેલાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશનાં આર્થિક પડકારો અને ક્ષમતાઓને વિસ્તૃત રીતે વર્ણવતો સરવે દર્શાવ્યો છે. આ સરવે મુજબ વર્ષ 2019-20 દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર 7 % રહે તેવી વકી છે. દેશનાં મુખ્ય આર્તિક સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમે આ સરવે તૈયાર કર્યો છે. સરવેમાં દેશને વિશ્વનું પાચમું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના પડકારો દર્શાવ્યા છે.

સરકારે સરવેમાં દર્શાવ્યું છે કે દેશનો આર્થિક વિકાસ દર 7 ટકા કરતાં વધારે રહી શકે છે. જ્યારે દેશમાં કનસ્ટ્રક્શન ક્ષેત્રની સ્થિતીમાં સુધારો થયો છે. દેશમાં સ્ટિલ અને સીમેન્ટની માગમાં પણ વધારો થયો છે. સરવે મુજબ દેશમાં એનબીએફસીની સ્થિતી કથળતા ઑટો સેલ્સના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. એનપીએમાં વધારો થવાથી દેશની બેંકો પર દબાણ વધ્યું છે.

આ પણ વાંચો :  તમારા જેવી હિંમત કોઈમાં નથી,' રાહુલના રાજીનામા પર પ્રિયંકાની પ્રતિક્રિયા

સરવેની પાંચ મુખ્ય વાતો

1 વિદેશી મુદ્રા : સરવે મુજબ ભારત પાસે યોગ્ય પ્રમાણમાં વિદેશી નાણાનો ભંડાર છે. આ ભંડારમાં ખોટ નહીં આવે. ગત જૂન સુધી દેશમાં કુલ 42220 કરોડ ડૉલરનું વિદેશી નાણું હતું.

2 વિદેશી રોકાણ : સરવે મુજબ વિદેશી રોકાણકારોનો દેશમાં ભરોસો વધ્યો છે. નાણાકીય વર્ષ 2018-19માં નેટ એફડીઆઈમાં 14.1 ટકાનો વધારો થયો છે.3 ક્રેડિટ ગ્રોથ : સરકારી બેંકોમાં એનપીએની સમસ્યા વધારે છે, જેની સીધી અસર બેંકોની બેલેન્સશીટર પર પડી છે. દેશના ક્રેડિટ ગ્રોથમાં તેજી જોવા મળી છે. વર્ષ 2018ના બીજા અર્ધ વાર્ષિક સપ્તાહથી ક્રેડિટ ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં લઘુમતિ આયોગ, બજેટ ફાળવવાની માગ સાથે સંમેલન યોજાશે

4 કનસ્ટ્રક્શન ગ્રોથ : આ સરવે મુજબ દેશના કનસ્ટ્રકશન ગ્રોથમાં તેજી જોવા મળી છે. વર્ષ 2018-19માં ભારત ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે વિકસી આવ્યો છે. દેશના ઓછા રોકાણ દરમાં ઘટાડો નોંધાયો છે.

5 અર્થવ્યવસ્થા : દેશના આર્થિક સરવે મુજબ આગામી 5 વર્ષમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવ્થા તરીકે ઉભરી આવે તેનો દિશા નિર્દેશ દર્શાવ્યો છે.
First published: July 4, 2019, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading