જો અમેરિકા પાક.માં લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે: જેટલીનું મોટું નિવેદન

News18 Gujarati
Updated: February 27, 2019, 5:45 PM IST
જો અમેરિકા પાક.માં લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે: જેટલીનું મોટું નિવેદન
નાણા મંત્રી અરુણ જેટલી (ફાઇલ તસવીર)

જેટલીએ કહ્યું કે જે રીતે દેશ અમારી સાથે ઊભો છે તેનાથી લાગે છે કે આવા સમયમાં કંઈ પણ શક્ય છે

  • Share this:
પાકિસ્તાની સીમામાં આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ સીમા પર વધેલા તણાવની વચ્ચે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ મોટું નિવેદના આપતા કહ્યું કે અમેરિકા લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે. નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે હાલની સ્થિતિમાં કંઈ પણ શક્ય છે. જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે. તેઓએ વધુમાં કહ્યું કે જે રીતે દેશ અમારી સાથે ઊભો છે તેનાથી લાગે છે કે આવા સમયમાં કંઈ પણ શક્ય છે.

જેટલીએ કહ્યું કે, મને યાદ છે જ્યારે યૂએસ નેવી સીલે પાકિસ્તાનના ઓટાબાબાદમાં ઓસામા બિન લાદેનને ઢાળી દીધો હતો. તો આપણે પણ આવું કેમ ન કરી શકીએ?

 આતંકી કેમ્‍પ પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઊભા થયેલા તણાવને ધ્યાને લઈ દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ, રક્ષા સચિવ અને ઇન્ટેલિજન્સ વિભાગોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પર કાર્યવાહીને લઈને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.આ પણ વાંચો, પાકિસ્તાનના શેર બજારમાં હાહાકાર! થોડીક જ મિનિટોમાં કરોડો ડૂબ્યા

મૂળે, એલઓસીની પાસે પાકિસ્તાની પ્લેને હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું, જેને ભારતે વળતી કાર્યવાહી કરી તો ભાગી ગયા. આ દરમિયાન પાકિસ્તાનના F-16 પ્લેનને તોડી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ભારત સીમામાં પાકિસ્તાની પ્લેન ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું હતું.
First published: February 27, 2019
વધુ વાંચો
अगली ख़बर