'અમે CBIમાં સફાઇ કરી, આંગળી ચિંધનારા લોકો કેટલા સાચા ?': અરુણ જેટલી

 • Share this:
  કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં અનેક મુદ્દે સ્પષ્ટતા કરી વિપક્ષ પર હુમલો કર્યો. જેટલીએ ફરીએકવાર નોટબંધી, જીએસટી, સીબીઆઇ, આરબીઆઇ, રાફેલ કરાર, સુપ્રીમ કોર્ટ અને જજ લોયાના મૃત્યુને લઇને ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા. સીબીઆઇ કેસમાં તેઓએ મલ્લિકાર્જુન ખડગેનું નામ લીધી પરંતુ અન્ય પર તેઓ સ્પષ્ટ રીતે કોઇનું નામ લેવાનું ટાળી રહ્યાં હતા.

  અહીં ક્લિક કરી વાંચો અમદાવાદમાં દુબઇ જેવો શોપિંગ ફેસ્ટિવલ, જીતો 10 કરોડનાં ઇનામ

  બ્લોગમાં જેટલીએ કહ્યું કે લુટિયન્સ દિલ્હીમાં સરકારી મામલાથી પરીચિત લોકોનું કહેવું છે કે અમારી તપાસ એજન્સીમાં કેટલાક લોકો પ્રભાવશાળી થઇ ગયા હતા, કે જેઓ પોતાને કાનુન સમજવા લાગ્યા હતા. એક સારી સરકારની જવાબદારી બને કે દરેક તપાસ એજન્સીમાં એક સફાઇ અભિયાન ચલાવવામાં આવે.

  સરકાર માત્ર એટલું ઇચ્છે છે કે તપાસ એજન્સીમાં જવાબદારી અને ગરીમા સુનિશ્ચિત કરવામાં આવે. વિરોધીઓએ આ મામલે જે વલણ અપનાવ્યું છે તેના પર સવાલ ઉઠે છે કે. સ્વતંત્રતા હંમેશા એક સારો વિચાર છે, પરંતુ એ પણ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે જવાબદેહી જો ન રહે તો કોઇ તપાસ એજન્સી ખતરનાક સાબિત થઇ શકે છે.

  ઉલ્લેખનીય છે કે સીબીઆઇના પૂર્વ નિદેશક આલોક વર્મા અને વિશેષ નિદેષક રાકેશ અસ્થાના વચ્ચે વિવાદ બાદથી સીબીઆઇ ચર્ચામાં છે, વિવાદ સામે આવ્યા બાદ સરકારે બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા હતા. બંનેની જગ્યાએ નાગેશ્વર રાવને અંતરિમ નિદેશક નિયુક્ત કર્યા હતા. આલોક વર્માએ રજા પર મોકલી દેવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે વર્માને રાહત આપી તેઓને સીબીઆઇ ચીફ યથાવત રાખવાના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. જો કે બે દિવસ બાદ જ પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીએ 2.1 મતથી આલોક વર્માનું ટ્રાન્સફર કરી દીધું હતું. જો કે વર્માએ નવું પદ સંભાળવાની મનાઇ કરી અને રાજીનામું આપી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વિપક્ષે વિરોધ કર્યો અને મોતી સરકાર પર પ્રહારો કર્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: