"ઢાઈ અક્ષર પ્રેમ કા....ના રે, પેટ્રોલ કા!": બાય ધ વે, આનંદ કોને થયો?

News18 Gujarati
Updated: October 5, 2018, 7:36 AM IST
નાણામંત્રી આવ્યા, લોકોની આંખો અને કાન ટેલિવિઝન ઉપર મંડાયા. મંત્રી બોલ્યા : આબકારી જકાતમાં કેન્દ્ર સરકાર ઘટાડો કરી રહી હોઈ; હવેથી પેટ્રોલ-ડીઝલના ભાવો રૂ.2.50 જેટલા ઘટવામાં આવી રહ્યા છે.

નાણામંત્રી આવ્યા, લોકોની આંખો અને કાન ટેલિવિઝન ઉપર મંડાયા. મંત્રી બોલ્યા : આબકારી જકાતમાં કેન્દ્ર સરકાર ઘટાડો કરી રહી હોઈ; હવેથી પેટ્રોલ-ડીઝલના ભાવો રૂ.2.50 જેટલા ઘટવામાં આવી રહ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બપોરના લગભગ પોણા ચાર વાગવાનો સુમાર હતો. દેશ અને પ્રજાજનો તેની હંમેશાની ચિંતામાં અને કાર્યોમાં વ્યસ્ત હતા. આ રોંઢાના ટાણે 'વામકુક્ષી' કરીને જાગેલા દેશના નાણાપ્રધાન જેટલીજી કશુંક કહેવાના છે તેવો સળવળાટ સમાચારમાધ્યમો ઉપર થયો !વાત આવી કે, નાણાપ્રધાન ઇંધણના ભાવોમાં ઘટાડો સુચવશે. સૌ સાબદા થઇ ગયા.

કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ કિંમતમાં કર્યો ઘટાડો, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ. 5નો ઘટાડો

....અને થયું પણ એવું જ ! નાણામંત્રી આવ્યા, લોકોની આંખો અને કાન ટેલિવિઝન ઉપર મંડાયા. મંત્રી બોલ્યા : આબકારી જકાતમાં કેન્દ્ર સરકાર ઘટાડો કરી રહી હોઈ; હવેથી પેટ્રોલ-ડીઝલના ભાવો રૂ.2.50 જેટલા ઘટવામાં આવી રહ્યા છે. તેમણે સંબંધિત રાજ્ય સરકારોને પણ કહ્યું કે, અમારા આ નિર્ણયમાં સહયોગ આપો અને તમે પણ ભાવ ઘટાડો ! આ જ્ઞાન એકાએક કેન્દ્ર સરકારને કેમ અને અત્યારે જ ક્યાંથી આવ્યું તે સંશોધનનો વિષય છે.

ખેર, આ પછી તો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશથી સમાચારો આવ્યા. પેટ્રોલ-ડીઝલ પાંચ રૂપિયા જેટલું ઘટાડવામાં આવ્યું હોવાના ટવિટ થયા અને પછી તો શું ? પ્રજામાં આનંદ વ્યાપી ગયો, જાણે બધા દુઃખ ક્ષણભરમાં દૂર થઇ ગયા. ટીવી ચેનલોના સંવાદદાતાઓ હિસાબ માંડવા લાગ્યા : ક્યાં, કેટલા ઘટશે ? દોડ્યા સહુ, પ્રજાના આનંદનો કયાસ કાઢવા।

સત્તા પક્ષ હરખાયો, વિપક્ષે 'ચૂંટણીલક્ષી જાહેરાત' ગણાવી બળાપો કાઢ્યો, આજે રાત્રે ટીવી ઉપર પેનલ-ચર્ચાઓ થશે. ઇંધણ સાથેના અર્થતંત્રની મોટી-મોટી વાતો થશે. આ ચર્ચાઓના અંતે એક 'ફુલગુલાબી ચિત્ર' રજુ કરી આ ‘ઢાઈ અક્ષર પ્રેમકા નહિ, પેટ્રોલ કા હૈ’- એમ કહીને લોકો ફરી આનંદમાં આવી ગયા છે, પ્રજાની તમામ સમસ્યાઓનો અંત આવી ગયો છે તેવું સમજાવી દેવાશે.

આપણી યાદશક્તિ કેટલી કમજોર અને સહનશીલતા કેટલી જબરદસ્ત છે, નહિ ? 25-30 રૂપિયાના વધારા સામે કોઈ માઈનો લાલ ચૂં કે ચા નથી કરતો અને આ અઢી રૂપરડી જેટલી ઘટ કરી એમાંતો આખું ગામ માથે લઇ લીધું !!!આને કહેવાય ખાતર ઉપર દીવો કરવો. કરો દીવો અને ઉજાસો તમારા અંતરમનને. હા, દિવાળી આવી રહી છે અને ટૂંક સમયમાં ચૂંટણી પણ...
First published: October 4, 2018, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading