Home /News /national-international /ફાયનાન્સ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી, લખ્યું- પત્નીને ઘણો પ્રેમ કરું છું પણ...

ફાયનાન્સ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી, લખ્યું- પત્નીને ઘણો પ્રેમ કરું છું પણ...

ફાયનાન્સ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી

Suicide news - કર્મચારીએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ (Suicide Note) લખી છે

સિરોહી : રાજસ્થાનના (Rajasthan)સિરોહી (Sirohi)જિલ્લાના શિવગંજ કાનાકોલર ગામના રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા (Suicide)કરી લીધી છે. મૃતકનું નામ અનારામ દેવાસી છે, જે એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતો હતો. આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ (Suicide Note) લખી છે. જેમાં નોકરીના કારણે સ્ટ્રેસ હોવાનું લખ્યું છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે ફાયનાન્સ કંપનીના સંચાલક દ્વારા તેમને ઘણા દિવસોથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તેને પગાર પણ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે તે આર્થિક અને માનસિક રૂપથી તણાવમાં હતો. આત્મહત્યા પછી બબાલ મચી હતી. પરિવારજનોએ પોલીસ સામે પ્રદર્શન પણ કર્યું હતું.

અનારામ દેવાસીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું કે મારી પત્ની, બાળકોને ઘણો જ પ્રેમ કરું છું. જોકે ફાયનાન્સ કંપનીના સંચાલક દ્વારા ઘણા પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેને તે સહન કરી શક્યો ન હતો અને આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોએ આરોપી ફાયનાન્સ કંપનીના સંચાલકના નામે એફઆઈઆર નોંધાવી હતી પણ પોલીસે અત્યાર સુધી આરોપીની ધરપકડ કરી નથી. જેનાથી આક્રોશિત થઇને પરિવારજનો અને ગામના લોકોએ લાશને પોસ્ટમોર્ટમ કરવાથી રોકી દીધી હતી અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - જે દિવસે વિદાય થવાની હતી બહેનની ડોલી, તે દિવસે ઘરે પહોંચી ભાઈની અર્થી

પોલીસ સામે ધરણા

પોલીસ પર લાપરવાહીનો આરોપ લગાવતા યુવકના પરિવારજનો અને સમાજના લોકોએ શુક્રવારે ધરણા કર્યા હતા. પોલીસ પર તપાસમાં લાપરવાહી કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શિવગંજ પોલીસ સ્ટેશનના સીઆઈ બુદ્ધારામનું કહેવું છે કે પહેલા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે આ પછી તપાસ કરવામાં આવશે પછી દોષિતની ધરપકડ કરવામાં આવશે.

આખા ઘટનાક્રમને લઇને મૃતકના પરિવારજન રાજારામ દેવાસીનું કહેવું છે કે કેસ નોંધવા, સુસાઇડ નોટ મળવા છતા આરોપીની ધરપકડ કરવાની વાત તો એક તરફ રહી કે તેની પૂછપરછ પણ કરવામાં આવી નથી.

આ પણ વાંચો - લગ્ન પહેલા પકડાઇ લેડી ઇન્સપેક્ટર, 10 લાખ લઇને તસ્કરને પોતાની પર્સનલ કારમાં ભગાડી દીધો, આવી રીતે થઇ હતી ડીલ

પત્નીની હત્યા માટે CISFના જવાને સવા લાખ રૂપિયાની સોપારી આપી

પત્નીની હત્યા માટે સીઆઈએસએફના (CISF)જવાને એવું ષડયંત્ર રચ્યું કે જે જાણીને બધા દંગ થઇ ગયા હતા. જે પત્નીને તે પ્રેમ કરવાનું નાટક કરતો હતો તેની જ હત્યા પ્રોફેશનલ કિલર એટલે શૂટર્સ પાસે સવા લાખ રૂપિયાની સોપારી આપીને કરાવી હતી. મર્ડર, થ્રિલ અને મિસ્ટ્રીની આ કહાનીનો જ્યારે પોલીસે ખુલાસો કર્યો તો બધા સાંભળીને દંગ રહી ગયા હતા.
First published:

Tags: Suicide-note, આત્મહત્યા, રાજસ્થાન