સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને કારણે છેલ્લા ઘણાં મહિનાઓથી દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાએ શુક્રવારે તેમની આ ફિલ્મ વિરુદ્ધ આંદોલન પાછુ ખેંચી લેવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું છે કે આ ફિલ્મમાં રાજપૂતનો ભવ્ય ઈતિહાસ બતાવ્યો છે.
શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના મુંબઈ અધ્યક્ષ યોગેન્દ્રસિંહ કટારે કહ્યું છે કે કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામડીના નિર્દેશ પર કેટલાક સભ્યોએ મુંબઈમાં શુક્રવારે આ ફિલ્મ જોઈ અને તેમને લાગ્યું કે આ ફિલ્મ રાજપૂતની વીરતા અને બલિદાનના ઈતિહાસને ગૌરવવંતો દર્શાવે છે અને ફિલ્મ જોઈને રાજપૂતો ગર્વ અનુભવશે.
રાજપૂતોની ભાવના દુભાઈ તેવા અલ્લાઉદ્દીન અને રાણી પદ્માવતી વચ્ચેના કોઈ જ સીન નથી બતાવ્યાં. શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાએ જાહેર કર્યું છે કે તેઓ આ વિરોધને પાછો ખેંચે છે અને ફિલ્મને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં રિલીઝ કરવામાં મદદ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર