વધુ એક જીવતર હોમાયું, IITનાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ગુવાહાટી)ની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેની હોસ્ટેલની રૂમમાં ગળે ફાંળો ખાઇ આપઘાત કર્યો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ગુવાહાટી)ની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેની હોસ્ટેલની રૂમમાં ગળે ફાંળો ખાઇ આપઘાત કર્યો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનાં આપઘાતની ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી.

  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ગુવાહાટી)ની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેની હોસ્ટેલની રૂમમાં ગળે ફાંળો ખાઇ આપઘાત કર્યો હતો.

  આપઘાત કરનાર વિદ્યાર્થી પનેમ પવન સિદ્ધાર્થ હતુ. તેના માતા-પિતાએ

  તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે ફોન ઉપાડ્યો નહી એટલે તેમણે હોસ્ટેલમાં તેના મિત્રોને ફોન કર્યો હતો. આ પછી તેના મિત્રે, પેનમનાં રૂમમાં તપાસ કરવા ગયા હતા ત્યાં તેમણે તેને છતનાં પંખે લટકતી તેની લાશ મળી.

  આ વિદ્યાર્થીને હોસ્ટેલની રૂમમાં પંખે લટકતા જોતા જ તેને હોસ્ટેલનાં કેમ્પસમાં આવેલી હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  પેનમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

  સ્થાનિક પોલીસનાં જણાવ્યા અનુસાર, મરણ જનાર વિદ્યાર્થીની ડેડબોડીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેના પરિવારજનોને સોંપવામાં આવશે.

  પેનમનાં પરિવારજનો આંધ્રપ્રદેશથી ગુવાહાટી આવી પહોંચ્યા હતા.

  છેલ્લા થોયા વર્ષોમાં ભારતની વિવિધ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓનાં આપઘાતમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને, આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા આદિવાસી, દલિતો અને પછાત વર્ગનાં વિદ્યાર્થીઓ વધુ આપઘાત કરે છે તેવી વિગતો પણ બહાર આવી રહી છે. આ એક ચિંતાનો વિષય બન્યો છે.
  Published by:Azhar Patangwala
  First published: