નવી દિલ્હીઃ યુનિવર્સિટી-કોલેજોમાં ફાઇનલ યર કે સેમેસ્ટર પરીક્ષા (University College Final Year Exam) યોજવાને લઈ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે એટલે કે 10 ઓગસ્ટે સુનાવણી થયા બાદ મામલાને 14 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન યુજીસી (UGC) અને સરકાર (Central Government)નો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, પરીક્ષા યોજવી સ્ટુડન્ટ્સના હિતમાં છે. તેઓએ સાથોસાથ એમ પણ કહ્યું કે, તેનાથી સંબંધિત નિયમ બનાવવાનો અધિકાર યુજીસીનો છે, રાજ્ય સરકાર આ નિયમોમાં કોઈ પણ સંશોધન ન કરી શકે.
30 સપ્ટેમ્બર સુધી પરીક્ષા યોજવા માટે યુજીસીએ જાહેર કરી હતી ગાઇડલાઇન
આ પહેલા 6 જુલાઈએ જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં યુજીસીએ કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓ, ખાનગી યુનિવર્સિટીઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષા સંસ્થાનોમાં વિભિન્ન સ્નાતક અને અનુસ્નાતક પાઠ્યક્રમોના અંતિમ વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષાઓને અનિવાર્ય રૂપથી 30 સપ્ટેમ્બર સુધી યોજવાની વાત કહી હતી.
આ પણ વાંચો, IPL 2020ની સ્પોન્સરશિપ રેસમાં સામેલ બાબા રામદેવ, પતંજલિ લગાવી શકે છે બોલી
પરંતુ 31 સ્ટુડન્ટ્સે તેનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી હતી. આ અરજી પર પહેલી સુનાવણી 31 જુલાઈએ થઈ હતી. ત્યારબાદ આજે એટલે કે 10 ઓગસ્ટે સુનાવણી થઈ.
આ પણ વાંચો, સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા? સંજય રાઉતના આરોપ પણ જાણો SSRના મામાનો જવાબ
પહેલી સુનાવણી 31 જુલાઈએ થઈ હતી
આ પહેલા 31 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે યુજીસી અને સરકાર તરફથી પક્ષ રજૂ કરી રહેલા તુષાર મહેતાને કહ્યું હતું કે, તેઓ 7 ઓગસ્ટ, 2020 સુધી એફિડેવિટ દાખલ કરે. સ્ટુડન્ટસનો પક્ષ રજૂ કરી રહેલા એડવોકેટ સિંઘવીએ કહ્યું કે, ઓનલાઇન પરીક્ષા આયોજિત કરવા માટે સ્ટુડન્ટ્સની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. સાથોસાથ આ કોવિડ-19ના સમયમાં પરીક્ષાઓને ફિજિકલી કરાવવી શક્ય પણ નથી.
Published by:Mrunal Bhojak
First published:August 10, 2020, 14:35 pm