કુલભૂષણ જાધવ મામલામાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે અંતિમ સુનાવણી થઈ. ચાર દિવસ સુધી ચાલનારી આ સુનાવણી પહેલા ભારત તરફથી રજૂઆત કરતાં હરીશ સાલ્વેએ કહ્યું કે આઈસીજે પાસેથી ન્યાય નહીં મળે તો ન્યાય માટે ક્યાં જઈશું? સાલ્વેએ આઈસીજેમાં એ વાતને જોરદાર રીતે રજૂ કરી કે જાધવ નિર્દોષ છે અને પાકિસ્તાને તેમને ખોટી રીતે ફસાવ્યા છે. તેમણે કહ્યું કે, જાધવ પર સૈન્ય કોર્ટ દ્વારા કરવામાં આવેલી સુનાવણી માપદંડોને અનુરૂપ નહોતી. તેથી તેને ગેરકાયદેસર ધોષિત કરવી જોઈએ. જાધવની વિરુદ્ધ વિશ્વસનીય પુરાવા વગર જ સૈન્ય કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે પાકિસ્તાને જાધવને કાઉન્સલર એક્સેસ આપવાની ભારતની તમામ અપીલને નજરઅંદાજ કરી. સાલ્વેએ કહ્યું કે ભારતે 13 વાર રિમાઇનડર મોકલ્યા, પરંતુ પાકે કોઈ જવાબ ન આપ્યો. સાલ્વેએ ફરી એકવાર તારીખ મુજબ ભારતના પ્રયાસોની વિગત કોર્ટ સમક્ષ રજૂ કરી.
હરીશ સાલ્વેએ વિયના સંધિની શરતોની વ્યાખ્યા કરતાં પાકિસ્તાનને ઘેરી રહ્યા છે. સાલ્વે પોતાની દલીલોમાં વિયના સંધિને વિભિન્ન આર્ટિકલ્સનો ઉલ્લેખ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે પડોસી દેશ કેવી રીતે તેમના દેશના એક નિદોર્ષ નાગરિકનો જીવ લેવા માંગે છે.
Harish Salve in ICJ: Pakistan offered to allow Jadhav's family to visit him, the terms were agreed & the meeting was held on 25th December, 2017. India was dismayed at the manner the meeting with Jadhav's family was conducted & wrote a letter on 27 December marking its protest pic.twitter.com/NowhpGYZKy
- પાકિસ્તાન જાધવ પર પ્રોપાગેન્ડામાં લાગેલું છે. પાકિસ્તાને વિયના સંધિનું ઉલ્લંઘન કર્યું છે.
- ભારત અને પાકિસ્તાને વિયના કન્વેશન પર સહમતિથી હસ્તાક્ષર કર્યા હતા.
- પાકિસ્તાન સરકારે સાર્ક કન્વેશનને લાગુ નથી કર્યું અને જાધવના મામલે વકીલ પણ નહોતા આપવામાં આવ્યા.
- જાધવને કોઈ વકીલ ન આપવામાં આવ્યા. ચાર્જશીટ અને મિલિટરી કોર્ટના આદેશ પાકિસ્તાને ક્યારેય સાર્વજનિક નથી કર્યા.
- પાકિસ્તાને જાધવને બળજબરીથી અપરાધ કબૂલ કરાવ્યો. જાધવની વિરુદ્ધ ઘણા સમય બાદ એફઆઈઆર નોંધવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, 47 વર્ષીય કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં ફાંસીની સજા સંભળાવી હતી. પાકિસ્તાને તેમની પર ભારત તરફથી જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ, પાકિસ્તાન મંગળવાર એટલે કે 19 ફેબ્રઆરીએ પોતાનો પક્ષ રજૂ કરશે. 20 ફેબ્રુઆરીએ બીજા રાઉન્ડમાં પાકિસ્તાન દ્વારા રજૂ કરવામાં આવેલા પક્ષ પર ભારત જવાબ આપશે. પાકિસ્તાનને આ તક 21 ફેબ્રુઆરીએ મળશે. કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે, પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ જાધવનું અપહરણ ઈરાનથી કર્યું હતું.
The Hague (Netherlands): International Court of Justice (ICJ) starts public hearing in Indian National Kulbhushan Jadhav case pic.twitter.com/UfdZgZ8Qov