ન્યૂઝ 18 ગુજરાતી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) દેશની અર્થવ્યવસ્થા અંગે એક મહત્ત્તપૂર્ણ સંબોધન કર્યુ છે. પ્રેસ કૉન્ફ્રન્સમાં તેમણે કહ્યું, સરકાર દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સતત પગલાં ભરી રહી છે. સરકારી બૅન્કોમાં મોટાપાયે ફેરફારની આવશ્યકતા પર સીતારમણે ભાર મૂક્યો. તેમણે દેશની કેટલીક મોટી બૅન્કોના વિલીનીકરણની પણ જાહેરાત કરી. સરકારે દેશની 27 જાહેર સાહસની બૅન્કોનું વિલીનીકરણ કરી 12 બૅન્કો બનાવી દીધી છે. પંજાબ નેશનલ બૅન્ક (PNB)માં ઑરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ કોમર્સનું વિલીનીકરણ થશે. વિલીનીકરણ બાદ જે બૅન્ક રચાશે તે દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આજની જાહેરાતમાં 10 બૅન્કોનું વિલીનીકરણ કરાયું છે અને તેમાંથી 4 મોટી બૅન્ક બનાવવાની જાહેરાત કરાઈ છે.
અગાઉ 23મી ઑગસ્ટે નાણા મંત્રી સીતારમણે ઇન્ડસ્ટ્રી માટે રાહત પૅકેજની જાહેરાત કરી હતી. આર.બી.આઈ. દ્વારા સરકારને આપવામાં આવેલી 1,76,000 કરોડ રૂપિયાની રકમ અર્થતંત્રને વેગ આપવા વપરાશે.
બૅન્કોમાં 70,000 કરોડ ઠલવાશે
સીતારમણે કહ્યું કે ખૂબ જલ્દી બૅન્કોમાં રૂપિયા 70,000 કરોડ ઠલાવેશ. આના લીધે બૅન્કોના વ્યાજ દર નીચાં લાવવામાં મદદ મળશે. આ મદદના કારણે બૅન્કો ઘર, વાહન અને અન્ય પ્રકારના કરજ સસ્તાં કરી શકશે.
NBFCને 3300 કરોડની મદદ
નાણા મંત્રીએ કહ્યું કે ચાર મોટી નૉન બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓને ગૅરંટી પ્લાન અંતર્ગત રૂપિયા 3300 કરોડની મદદ કરવામાં આવી. દેશની 4 NBFCને PSU બૅન્કોથી મદદ મળશે.
બૅન્કોના મર્જરની ઘોષણા
નાણા મંત્રી સીતારમણે જણાવ્યું કે બૅન્કિંગ સિસ્ટમમાં સુધારો થઈ રહ્યો છે. પંજાબ નેશનલ બૅન્ક (PNB)માં ઑરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ કોમર્સનું વિલીનીકરણ થશે. વિલીનીકરણ બાદ જે બૅન્ક રચાશે તે દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. ઉપરાંત ઇન્ડિયન બૅન્કનું અલાહબાદ બૅન્ક સાથે મર્જર થશે જ્યારે કેનરા બૅન્કનું સિન્ડીકેટ બૅન્ક સાથે મર્જર થશે.
બૅન્કોના વિલીનીકરણનો પ્લાન
1 પંજાબ નેશનલ બૅન્ક (PNB)માં ઑરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ કોમર્સનું વિલીનીકરણ થશે. વિલીનીકરણ બાદ જે બૅન્ક રચાશે તે દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ બૅન્કનો કુલ વેપાર 17,94,526 કરોડ રૂપિયાનો થશે.