કોરોનાના સમયમાં નેતાગીરી : ટ્વીટર પર ફિલ્મ નિર્માત્રીના એકસાથે 69 ટ્વીટ્સથી ચર્ચા છેડાઈ

News18 Gujarati
Updated: April 1, 2020, 5:39 PM IST
કોરોનાના સમયમાં નેતાગીરી : ટ્વીટર પર ફિલ્મ નિર્માત્રીના એકસાથે 69 ટ્વીટ્સથી ચર્ચા છેડાઈ
નતાશા રાઠોર

  • Share this:
મુંબઈ : ફિલ્મ નિર્માત્રી (Movie Maker) અને સામાજિક કાર્યકર નતાશા રાઠોરે (Natashja Rathore) ટ્વીટર પર એક પછી એક 69 ટ્વીટ્સ કર્યા છે. રાઠોરની ટ્વીટર થ્રેડ (એક પછી એક ટ્વીટ્સ) તરફ સેંકડો ટ્વીટર યૂઝર (Tweet Users)નું ધ્યાન ખેંચાયું છે. આ જ કારણે થોડા જ સમયમાં રાઠોરને ટ્વીટ્સને અસંખ્ય રિ-ટ્વીટ અને લાઇક્સ મળ્યાં છે. પોતાના ટ્વીટ્સમાં રાઠોરે તાજેતરમાં દુનિયા આખીને ખતરામાં મૂકનાર કોવિડ 19 (Covid 19)અંગે પ્રસંગોચિત પ્રશ્નો પૂછ્યા તેમજ અનેક રસપ્રદ જાણકારી પણ આપી છે.

નતાશા રાઠોડે ટ્વીટ્સમાં પોતાના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ (gastroenterologist) પિતાના વ્યક્તિગત અનુભવો અને તેમના સંઘર્ષની કહાની કહી છે, જેનાથી ભારતમાં દશકાઓથી ચાલી આવતી સામાજિક, રાજનીતિક અને આર્થિક પડકારોને સમજી શકાય છે.

રાઠોડે એક ટ્વીટમાં કહ્યું છે કે, અમેરિકન રાજનીતિક વૈજ્ઞાનિક જેન શાર્પના એક સિદ્ધાંતનું ભારતમાં કેવી રીતે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. શાર્પે પોતાના 198 સિદ્ધાંતોમાં કહ્યું છે કે કેવી રીતે કોઈ સરકાર કોઈ સંકટને અહિંસક અને લોકતાંત્રિક રીતે દૂર કરી શકે છે.

રાઠોરે કહ્યું, "પીએમ મોદીની ટીકા માટે રાજનીતિક રમત રમવામાં આવી રહી છે, જે આ દેશના લોકતંત્ર અને ધર્મનિરપેક્ષ તાણાવાણા માટે વધારે ખતરનાક છે."

નતાશા રાઠોડ પીએમ મોદીને આ સંકટ સમયે એક મજબૂત નેતા તરીકે જુએ છે. તેમણે કહ્યું, "ભારતના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે કોઈ નેતા કુલ વસ્તીની 90 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, અને તે પોતે આર્થિક અને સામાજિક તાણાવાણામાંથી પસાર થઈને આવ્યો છે. આ માટે તેઓ સામાન્ય લોકો અને તેમની મુશ્કેલીને બહુ સારી રીતે સમજે છે." નતાશા આગળ લખે છે કે સદગુરુ જેવા લોકો પણ લોક કલ્યાણ માટે કામ કરી રહ્યા છે.

નતાશા વર્તમાન સરકારી ટીકા કરનાર લોકોને પણ કડક શબ્દોમાં જવાબ આપે છે. નતાશાએ ટ્વિટ કર્યું કે, "આ લોકો સરકારને ફાંસીવાદી કહે છે. જરા વિચાર કરો. જો સરકાર ફાંસીવાદી હોત તો શું તમને આવું કહેવાનો પણ મોકો મળતો? તમે આવું કહી શકતા? બિલકુલ ન કહી શકતા. મોદી સરકાર છ વર્ષ પૂરા કરી રહી છે. જો સરકાર ફાંસીવાદી હોત તો શું તેને આટલું સમર્થન મળતું."

સોશિયલ મીડિયા પર નતાસાના ટ્વીટ્સને લાઇક અને રિ-ટ્વીટ્સ કરવામાં આવી રહ્યા છે. અનેક લોકો નતાશાના વિચારોને પોતાનું સમર્થન પણ આપી રહ્યા છે.
First published: April 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading