બિહારઃ ચૂંટણી પ્રચાર કરનારી એક્ટ્રેસ અમીષા પટેલનો LJP ઉમેદવાર પર સંગીન આરોપ, કહ્યું- મારી સાથે દુષ્કર્મ થઈ શકતું હતું

બિહારઃ ચૂંટણી પ્રચાર કરનારી એક્ટ્રેસ અમીષા પટેલનો LJP ઉમેદવાર પર સંગીન આરોપ, કહ્યું- મારી સાથે દુષ્કર્મ થઈ શકતું હતું
બિહારના ઔરંગાબાદમાં ચૂંટણી પ્રચાર કરતી અમીષા પટેલ

અમીષા પટેલની કથિત ઓડિયો ક્લિપ થઈ રહી છે વાયરલ, કહ્યું- મારો બિહાર આવવાનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો

 • Share this:
  પટનાઃ બિહારમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ની સાથે જ નેતાઓના વીડિયો અને ઓડિયો વાયરલ થવાનો સિલસિલો પણ સતત ચાલુ છે. આ કડીમાં LJPના સાંસદ ચિરાગ પાસવાન (Chirag Paswan)નો શૂટિંગવાળો વીડિયો વાયરલ થયા બાદ LJPના વધુ એક ઉમેદવારનો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયો (Viral Audio)માં LJPના ઉમેદવાર પર ગંભીર આરોપ લાગ્યા છે. આ ઓડિયોમાં બોલનારી મહિલા પોતાને બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ (Bollywood Actress Amisha Patel) કહી રહી છે. તેણે કહ્યું કે તેની સાથે રેપ પણ થઈ શકતો હતો. જોકે NEWS18 ગુજરાતી આ વાયરલ ઓડિયો અને બોલનારી મહિલા અમીષા પટેલ હોવાની પુષ્ટિ નથી કરતું.

  મૂળે, 26 ઓક્ટોબરે ફિલ્મ સ્ટાર અમીષા પટેલ (Amisha Patel) ઔરંગાબાદ (Aurangabad)ના ઓબરા વિધાનસભાથી LJP ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રા (Dr Prakash Chandra)ના સમર્થનમાં પ્રચાર માટે આવી હતી. અમીષા પટેલે સોમવારે ઓબરાથી LJPના ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રાના સમર્થનમાં સનરૂફ કારથી રોડ પણ કર્યો હતો. આ દરમિયાન અનેક સ્થળો પર પુષ્પવર્ષા કરતાં અમીષા પટેલ અને ડૉ. પ્રકાશ ચંદ્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ ઓડિયોમાં અમીષા પટેલ (Amisha Patel viral audio) કથિત રીતે કહી રહી છે કે ઉમેદવાર ડૉ. પ્રકાશ ચંદ્રા એક નંબરના જૂઠ્ઠા, બ્લેકમેલર અને ગંદા માણસ છે. તેઓએ પ્રચાર દરમિયાન મને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો.  આ પણ વાંચો, 15 ટુકડામાં મળી મહિલાની માથું કપાયેલી લાશ, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

  આ પણ વાંચો, શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS, કિંમત 50 હજારથી પણ ઓછી, જાણો ફીચર્સ

  અમીષા પટેલે કહ્યું છે કે મારા બિહાર (Bihar) આવવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. મારી સાથે દુષ્કર્મ થઈ શકતું હતું. હું ન તો યોગ્ય રીતે ઊંઘી શકી અને ન તો ખાઈ શકી. હું એટલી ડરેલી હતી કે હું બીજા દિવસે સવારે ફ્લાઇટ પકડીને પોતાના જ પૈસે મુંબઈ પરત આવી ગઈ. અમીષા પટેલે LJP ઉમેદવાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે મને કહેવામાં આવ્યું કે ગામમાં એકલી છોડી મૂકીશ, મરી જઈશ. મને બે વાગ્યાની મુંબઈની ફ્લાઇટ પણ પકડવા ન દીધી. સોશિયલ મીડિયા પ્લેટફોમ્સ પર આ ઓડિયો ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 28, 2020, 08:53 am

  टॉप स्टोरीज