સની દેઓલ ભાજપમાં જોડાશે? અમિત શાહ સાથેની તસવીર વાયરલ

News18 Gujarati
Updated: April 20, 2019, 9:37 PM IST
સની દેઓલ ભાજપમાં જોડાશે? અમિત શાહ સાથેની તસવીર વાયરલ

  • Share this:
દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે, એવામાં દરરોજ નેતાઓ અને અભિનેતાઓ વિવિધ પાર્ટીમાં જોડાવવાના સમાચાર સામે આવતા રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર એભિનેતા સની દેઓલ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની તસવીર હાલ વાયરલ થઇ રહી છે. આ તસવીર બાદ સની દેઓલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે.

તસવીર વાયરલ થયા બાદ એવી અટકળો વહેતી થઇ છે કે અભિનેતા સની દેઓલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે અને ભાજપ પાર્ટી સની દેઓલને પંજાબમાં ચૂંટણી લડાવી શકે છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ માટે જ સની દેઓલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ ભાજપે જાહેર કર્યું 'ચોકીદાર રેપ સોંગ', કલાકોમાં જ થયું વાયરલ

અમિત શાહ અને અભિનેતા સની દેઓલની મુલાકાત પુણે એરપોર્ટ પર થઇ છે. એરપોર્ટના લોજમાં શુક્રવારે રાતે અંદાજે 5 મિનિટ સુધી બંનેએ વાતચીત કરી હતી. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે ધર્મેન્દ્રને પુત્ર સની દેઓલ રાજકારણમાં આવે તે પસંદ નથી. જો કે ન્યૂઝ18 આ વાતની પુષ્ટી કરતું નથી. આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થવાના આધારે લખવામાં આવ્યા છે.

સની દેઓલ ભાજપમાં સામેલ થશે કે નહીં, એ તો હજી નક્કી નથી, પરંતુ તેમના પિતા ધર્મેન્દ્ર અગાઉ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. ધર્મેન્દ્ર 2004માં ભાજપની ટિકિટ પર બીકાનેસથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓએ અહીં જીત પણ મેળવી હતી. જો કે થોડા સમય બાદ તેમની રાજનીતિનો મોહભંગ થઇ ગયો અને તેઓએ પીછેહટ કરી. હવે તેઓ પોતાનો મોટાભાગનો સમય ફિલ્મોની શૂટિંગ અને ફાર્મહાઉસમાં જ વિતાવે છે.
First published: April 20, 2019, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading