Home /News /national-international /હિંદુ યુવતીને મુસ્લિમ સાથે મિત્રતાને કારણે પોલીસ અને VHPએ માર્યો માર

હિંદુ યુવતીને મુસ્લિમ સાથે મિત્રતાને કારણે પોલીસ અને VHPએ માર્યો માર

પોલીસે યુવતિને સલાહ આપી કે જો તેણે પોલીસ કાર્યવાહીમાંથી છુટવું હોય તો, તેના મુસ્લિમ પુરુષ મિત્ર સામે રેપનો કેસ દાખલ કરવો પડશે.

પોલીસે યુવતિને સલાહ આપી કે જો તેણે પોલીસ કાર્યવાહીમાંથી છુટવું હોય તો, તેના મુસ્લિમ પુરુષ મિત્ર સામે રેપનો કેસ દાખલ કરવો પડશે.

    ઉત્તર પ્રદેશમાં પોલીસે એક હિંદુ યુવતિને મુસ્લિમ પુરુષ મિત્ર હોવા બદલ તેને માર મારવામાં આવ્યો અને યુવતિને પોલીસે એવી સલાહ આપી કે, જો તેણે કાયદાની કાર્યવાહીમાંથી છુટવું હોય તો, તેણે તેના મુસ્લિમ પુરુષ મિત્ર સામે રેપનો કેસ દાખલ કરવો પડશે.

    આ હિંદુ યુવતિને વિશ્વ હિંદુ પરિષદ અને મિરુત પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો. કારણ એટલું જ કે, આ હિંદુ યુવતિને મુસ્લિમ પુરુષ સાથે મિત્રતા હતી. આ યુવતિએ એવો આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેના પર દબાણ કર્યું કે, જો તે પોલીસ કાર્યવાહીથી બચવુ હોય તો, તેણે તેના મુસ્લિમ મિત્ર સામે રેપનો કેસ કરવો પડશે.

    આ યુવતિએ વધુમાં કહ્યું કે, “હું જ્યારે પોલીસ સ્ટેશન પર મારા પરિવારના સભ્યોની રાહ જોતી હતી ત્યારે પોલીસે મારા મિત્ર સામે રેપનો કેસ દાખલ કરવા માટે દબાણ કર્યુ હતું. તેમણે મને કહ્યું કે, જો હું મારા મુસ્લિમ મિત્ર સામે રેપનો કેસ દાખલ કરીશ તો તે મને જવા દેશે”.

    આ યુવતિ અને તેના મુસ્લિમ મિત્રની ઉંમર વીસ વર્ષની આસપાસ છે. આ બંનેને વિશ્વ હિંદુ પરિષદ અને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. મુસ્લિમ યુવાનને તેના ઘરમાંથી ઢસડીને બહાર કાઢવામાં આવ્યો અને તેને માર મારવામાં આવ્યો. આ પછી પોલીસ આવી અને યુવાન અને મહિલાને અલગ અલગ પોલીસ વાનમાં લઇ ગઇ.

    આ પણ વાંચો:

    પોલીસ યુવતિને હડધૂત કરે છે અને મારે છે એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પીડિત યુવતિએ કહ્યું કે, મને જ્યારે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી રહી હતી ત્યારે મહિલા પોલીસે મને માર માર્યો. મને ગાળો આપી”.

    આ સિવાય, વિશ્વ હિંદુ પરિષદનાં માણસો મુસ્લિમ યુવાનને પોલીસની હાજરીમાં માર મારે છે એ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં વિશ્વ હિંદુ પરિષદના માણસો મુસ્લિમ યુવાનને ધમક આપે છે કે, હિંદુ યુવતિ સાથેના સબંધો તોડી નાંખ, નહીં તો ભોગવવાનો વારો આવશે”.
    આ ઘટના સામે આવ્યા પછી ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશકે આરોપીઓ સામે કડક પગલા લેવાની ખાત્રી આપી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Relationship, Up police, VHP, મુસ્લિમ, હિન્દુ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन