હલ્દ્વાની: આપણી આસપાસ ઘણી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. એવી જ એક ઘટના ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં આવેલા હીરાનગર વિસ્તારમાં જોવા મળી હતી. સામાન્ય રીતે આપણે બે યુવકો એક ગર્લફ્રેન્ડ માટે બાખડતાં હોય તેવું જોયું હશે, પરંતુ એક બોયફ્રેન્ડ માટે બે યુવતીઓ વચ્ચે જબરજદસ્ત ઝઘડો થયો હતો અને છૂટા હાથે મારામારી થઇ હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું હશે. બન્ને યુવતીઓ માટે એક જ બોયફ્રેન્ડ માટે થયેલા હંગામાએ લોકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
એક બોયફ્રેન્ડ માટે બે યુવતીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી. એક યુવતીએ બીજી યુવતીને વાળ પકડીને ઘસેટી હતી અને ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, એક યુવતીએ તો દંડા વાડે તેને ફટકારી હતી. બે યુવતીઓ વચ્ચે છૂટા હાથે મારામારી કે વાળ ખેંચવા સુધી તો ભાગ્યે જોવા મળ્યું હશે પણ આ તો બોયફ્રેન્ડ માટે દંડા ફટકારાય તે તમે નહીં જોયું હોય. હલ્દ્વાનીના હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોલીસ યોગા પાર્કમાં આ દ્રશ્યો જોઇને આવતાં જતાં લોકો પણ રોકાઇ ગયા હતા અને યુવતીઓ વચ્ચેની આ wwe નિહાળી રહ્યા હતા.
युवतियों द्वारा बीच रोड़ पर जमकर मारपीट व गाली गलौच,
वीडियो हल्द्वानी के हीरानगर स्थित पुलिस योगा पार्क का है। जहां लड़कियों के दो गुटों के बीच कहासुनी के बाद मारपीट हो गई।
पुलिस पहुंचने के बाद मामला शांत हुआ #Uttarakhandpic.twitter.com/kzcHtXFWCV
પોલીસ યોગા પાર્કમાં અચાનક જ બે યુવતીઓ વચ્ચે પ્રેમી માટે થયેલી જંગ વધુ ઉગ્ર બની હતી. જોતજોતાંમાં તો યુવતીઓ દંડા વડે એકબીજાને ફટકારવા લાગી હતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલીક મહિલાઓએ બન્ને યુવતીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. ઘટના સમયે હાજર કોઇ વ્યક્તિએ તેમનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતા તે વાયરલ થઇ રહ્યો છે.
યુવતીઓ વચ્ચેની આ જંગ પોલીસના કાન સુધી પહોંચી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ યુવતીઓ ત્યાંથી જતી રહી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે, પ્રેમીને લઇને બે યુવતીઓ બાખડી હતી. પોલીસે સીસીટીવી કેમેરા તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ મામલે કોઇપણ પક્ષ તરફથી ફરિયાદ થઇ નથી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર