Home /News /national-international /ભારે કરી! એક રસગુલ્લા માટે લગ્નમાં બઘડાટી બોલાવી, બંને પક્ષે છુટી પ્લેટો ફેેંકી ધોકાવાળી કરી
ભારે કરી! એક રસગુલ્લા માટે લગ્નમાં બઘડાટી બોલાવી, બંને પક્ષે છુટી પ્લેટો ફેેંકી ધોકાવાળી કરી
આગરામાં રસગુલ્લા માટે રામાયણ સર્જાઈ
આગરાના એત્માદપુર ફળિયાના વિનાયક ભવન મેરેજ હોલમાં બુધવારે રાતે એક લગ્ન પ્રસંદ દરમિયાન રસગુલ્લા પ્લેટમાંથી પડી જતાં હોબાળો થયો હતો. બે સગી બહેનોના પ્રસંગમાં જાનૈયા અને માંડવિયાઓ વચ્ચે ભારે બઘડાટી બોલાવી હતી.
આગરા: આગરાના એત્માદપુર ફળિયાના વિનાયક ભવન મેરેજ હોલમાં બુધવારે રાતે એક લગ્ન પ્રસંદ દરમિયાન રસગુલ્લા પ્લેટમાંથી પડી જતાં હોબાળો થયો હતો. બે સગી બહેનોના પ્રસંગમાં જાનૈયા અને માંડવિયાઓ વચ્ચે ભારે બઘડાટી બોલાવી હતી. ખુરશીઓ અને ટેબલ ફેંકવા લાગ્યા હતા. છુટી પ્લેટોના ઘા કરવામાં આવ્યા હતા. તેમાં છ લોકો ઘાયલ થઈ ગયા હતા. જ્યારે વરરાજાના ભત્રીજાનું મોત થઈ ગયું હતું. બીજા પક્ષે દુલ્હન પક્ષના નવ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
એત્માદપુરના મોહલ્લા શેખાન નિવાસી ઉસ્માન કુરૈશીની બે દિકરીઓ જૈનબ ફાતિમા અને સાજિયા ફાતિમાના નિકાહ ખંદૌલીના બાકર કુરૈશીના દિકરા જાવેદ અને રાશિદ સાથે નક્કી કર્યા હતા. બુધવારે જાન આવી. અત્માદપુરના વિનાયક ભવન મેરેજ હોલમાં નિકાહનો કાર્યક્રમ રાખ્યો. નિકાહની રસમ પહેલા જાનૈયાનો ભોજન સમારંભ હતો.
રાતના લગભગ 12.30 કલાકે એક જાનૈયાએ રસગુલ્લા માગ્યા, ટેબલ પર ખાવાનું પીરસી રહેલા યુવકે ચમચીથી રસગુલ્લો આપ્યો, પણ તે પ્લેટમાં જવાની જગ્યાએ જમીન પર પડી ગયો, જાનૈયાએ બીજો રસગુલ્લો માગ્યો અને યોગ્ય રીતે કામ કરવા માટે કહ્યું. આરોપ છે કે, નારાજ થયેલા યુવકે જાનૈયાના માથા પર ચમચો મારી દીધો. વિવાદ થયો પણ તાત્કાલિક વડીલો આવ્યા અને મામલો શાંત કરાવ્યો હતો.
ત્યાર બાદ જાનૈયાઓએ નિકળવા લાગ્યા. 25થી 30 લોકો જ રોકાયા હતા. આરોપ છે કે, 1245 કલાકે માંડવિયાઓએ આ જાનૈયાઓને ઘેરી લીધા. રસગુલ્લા ખાવા વિશે પુછી પુછીને તેમના ફટકારવા લાગ્યા. વરરાજાને રૂમમાં બંધ કરી દીધો. બીજી બાજૂ અન્ય લોકો પણ એકઠા થઈ ગયા. પહેલા તો એકબીજા પર પ્લેટો ફેંકી.
ત્યાર બાદ ધોકા લઈને આવ્યા અને મારપીટ શરુ કરી, ચાકૂબાજી થવા લાગી. તેમાં સની પુત્ર ખલીલ, શાહરુખ સહિત 6 યુવકો ઘાયલો થઈ ગયા. સૂચના મળતા પોલીસ ઘાયલોને હોસ્પિટલોમાં ભરતી કરાવ્યા, સારવાર દરમિયાન સનીનું મોત થઈ ગયું. પોલીસે સવારે 5 વાગ્યે પરિવારને જાણકારી આપી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર