Home /News /national-international /હવે ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે મારામારી, નશામાં ધૂત 3 મુસાફરોનું કેપ્ટન સાથે ખરાબ વર્તન
હવે ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે મારામારી, નશામાં ધૂત 3 મુસાફરોનું કેપ્ટન સાથે ખરાબ વર્તન
હવે ઈન્ડિગો એરલાયન્સની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે
Indigo Airline: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા સાથે ખરાબ વ્યવહારનો મામલો હજુ ચર્ચામાં છે ત્યાં તો ફ્લાઈટમાં મહિલા સાથે વધુ એક ખરાબ વ્યવહારનો અનુભવ સામે આવ્યો છે. આ વખતે ઈન્ડિગો એરલાયન્સ સાથે જોડાયેલી છે. દિલ્હીથી પટના આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં નશામાં ધૂત 3 યુવાકોએ એર હોસ્ટેસ સાથએ ખરાબ વ્યવહાર કર્યો છે. ત્રણ આરોપી પ્રવાસીઓએ એરહોસ્ટેસ સાથે હાથચાલાકી કરી છે.
એર હોસ્ટેસ સાથે મારામારીની સૂચના હવે વિમાનના કેપ્ટન પાસે પહોંચી તો તેઓ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. કહેવાય છે કે આરોપી ત્રણ મુસાફરોએ તેમની સાથે પણ ખરાબ વર્તન કરીને મારામારી કરી હતી. આ ઘટના દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં બની હતી. પટના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી તાત્કાલિક આખા મામલાની માહિતી CISFને આપવામાં આવી હતી. પટના પોલીસ પટના એરપોર્ટ પર પહોંચી અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોની પૂછપરછ શરુ કરાઈ છે. ઘટના વિશે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે એક યુવક એરપોર્ટથી નીકળી ફરાર થઈ ગયો હતો. તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ મામલે એક FIR એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. હાલ બન્ને આરોપીઓની અટકાયત કરીને આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
એર ઈન્ડિયામાં મહિલા યાત્રી પર પેશાબ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરીૂ કરી રહેલા વૃદ્ધ મહિલ પ્રવાસી પર નશામાં ધૂત એક મુસાફરે પેશાબ કર્યો હતો. આ મામલે 26 નવેમ્બર 2022માં બન્યો હતો. મહિલા પ્રવાસીની ફરિયાદ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું કે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી જઈ રહેલા વિમાનમાં પેશાબ કરવાની ઘટના પર એર ઈન્ડિયાની પ્રતિક્રિયા વધુ તેજ બની રહી હતી, પરંતુ આ સ્થિતને બરાબર રીતે સંભાળવામાં આવી નહોતી.
અમેરિકાના નાણાકીય સેવા ફર્મ વેલ્સ કાર્ગોમાં વાઈસ પ્રેસિડેન્ટ રહેલા શંકર મિશ્રાએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા સહયાત્રી પર પેશાબ કર્યો હતો. ઘટના બાદ શંકર મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એરસેવા પોર્ટલ અને દિલ્હી પોલીસને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી, ફરિયાદમાં મહિલાને જણાવવામાં આવ્યું હતું કે કેબિન ક્રૂને આ વિષયમાં જણાવ્યું તો મિશ્રા સાથે વાતચીત કરીને આ કેસને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. સિવિલ એવિએશન ડિરેક્ટરેટ જનરલે 5 જાન્યુઆરીએ કહ્યું હતું કે આ ઘટનાની જાણકારી 4 જાન્યુઆરીએ મળી હતી.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર