Home /News /national-international /Fight on Flight: વધુ એક ફ્લાઇટમાં ઝપાઝપી! અર્ધનગ્ન માણસ પેસેન્જરને મુક્કે મુક્કે દેવા માંડ્યો
Fight on Flight: વધુ એક ફ્લાઇટમાં ઝપાઝપી! અર્ધનગ્ન માણસ પેસેન્જરને મુક્કે મુક્કે દેવા માંડ્યો
fight on flight
Biman Bangladesh Fight Video: બિમાન બાંગ્લાદેશ ફ્લાઈટમાં શર્ટલેસ વ્યક્તિ અને અન્ય મુસાફર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફ્લાઇટમાં મુસાફરો ગેરવર્તન (misbehave by passengers on a flight) કરે છે ત્યારે શું થાય છે? મુસાફરને સીટ પર ટેપ કરવામાં આવી શકે છે. પાઇલટ સાથે ગેરવર્તન (misbehave with pilot on a flight) કરવામાં આવે ત્યારે શું થાય છે? આવા કિસ્સામાં ગેરવર્તન કરનારને ફ્લાઇટમાંથી બહાર કરી દેવામાં આવી શકે. તાજેતરમાં જ ફ્લાઇટની એક ઘટના વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જે વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં બની હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં ગુસ્સે ભરાયેલા ટિકટોકર @_benmckaycaught ને સ્ટાફ સાથે ઝપાઝપી કરવા બદલ ફ્લાઇટમાંથી બહાર કરી દેવામાં (gets kicked off flight ) આવ્યો હોવાનું જોવા મળે છે. આ ક્લિપ હાલ સોશ્યલ મીડિયામાં મિલિયન્સ વ્યૂઝ સાથે ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં તે રોષે ભરાયેલા પેસેન્જર અને ક્રૂ વચ્ચે ચાલી રહેલી દલીલ (argument between the passenger and the crew)ને જોઈને અન્ય મુસાફરો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.
તો બીજો આ પ્રકારનો કિસ્સો બાંગલાદેશની ફ્લાઇટમાં જોવા મળ્યો હતો જેમાં શર્ટ કાઢેલો એક વ્યક્તિ ફ્લાઇટમાં મુક્કાબાજી કરવા લાગ્યો હતો.
Another "Unruly Passenger"
This time on a Biman Bangladesh Boeing 777 flight!♂️ pic.twitter.com/vnpfe0t2pz
બિમાન બાંગ્લાદેશ ફ્લાઈટમાં શર્ટલેસ વ્યક્તિ અને અન્ય મુસાફર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશના બોઇંગ 777 એરક્રાફ્ટની ઉડાન દરમિયાન એક વ્યક્તિએ સાથી મુસાફર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય મુસાફરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં તે તેને મુક્કો મારતો રહ્યો. થોડા સમય પછી કેબિન ક્રૂએ દરમિયાનગીરી કરી. હાલમાં વિમાનમાં સાથી મુસાફરો સાથે ગેરવર્તણૂકના કિસ્સાઓ વધી ગયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે શર્ટલેસ વ્યક્તિ આગળની સીટ પર બેઠેલા અન્ય મુસાફર સાથે શારીરિક ઝઘડો કરી રહ્યો છે. તે સીટ પર બેઠેલા મુસાફરને ખેંચવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે તે તેમ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ગુસ્સે થઈ જાય છે. તે બેઠેલા મુસાફરને લાફો મારે છે. વિવાદ વધ્યા પછી, કેબિન ક્રૂએ લડાઈની વચ્ચે દરમિયાનગીરી કરી હતી અને બધાને શાંત કર્યા હતા.
" isDesktop="true" id="1316087" >
અગાઉ પણ બની છે આવી ઘટના
ગત વર્ષે ફિલાડેલ્ફિયાથી એક ફ્લાઇટ પેસેન્જરને તેની સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. કારણ કે તેણે એટેન્ડન્ટને કથિત રીતે મુક્કો માર્યો હતો અને ક્રૂની એક મહિલા સભ્યની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. ઓહિયોનો મેક્સવેલ બેરી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટની અંદર ફરી રહ્યો હતો. આ પ્લેન ફિલાડેલ્ફિયાથી મિયામી જવાનું હતું. તેણે દારૂ પીધો હતો અને પછી વિમાનની અંદર મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તેણે તેના ખાલી કપનો ઉપયોગ મહિલા એટેન્ડન્ટની પાછળની બાજુને સ્પર્શ કરવા માટે કર્યો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર