વાઘ અને રીંછ વચ્ચે ફાઇટ, સમજદાર વાઘે ભાગવામાં જ માની ભલાઈ!

રીંછ અને વાઘ વચ્ચે લડાઇ

મહારાષ્ટ્રના નાગપુરના પાસે આવેલા તડોબા જંગલમાં એક રીંછ અને વાધ સામસામે આવી ગયા હતા.

 • Share this:
  જંગલના અન્ય પ્રાણીઓ વચ્ચેની ફાઇટ અંગે તમે સાંભળ્યું હશે. પરંતુ વાઘ અને રીંછ વચ્ચેની લડાઈ વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. હાલમાં જ એક આવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાઘ અને રીંછ વચ્ચે લડાઈ જામી હતી. નાગપુરના તડોબા જંગલમાં આ ફાઇટ થઈ હતી. આ ઘટના 28મી ફેબ્રુઆરીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાઇટના અંતે હાર માનીને વાઘ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે.

  મહારાષ્ટ્રના નાગપુરના પાસે આવેલા તડોબા જંગલમાં એક રીંછ અને વાધ સામસામે આવી ગયા હતા. પોતાની પ્રકૃતિ પ્રમાણે આ પ્રાણીઓ પોતાની શક્તિ ન બતાવે તો જ નવાઈ કહેવાય! આ જ રીતે અહીં વાઘ અને રીંછ વચ્ચે બરાબરની લડાઈ જામી હતી. યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તેમ બંને વચ્ચે લજાઈ જામી હતી. લડાઇ દરમિયાન બંને માંથી કોઈ પાછળ હટવા તૈયાર ન હતું.

  તડોબા જંગલના જામુનબોડી ગામની પાસે આવેલા એક તળાવના કિનારે બંને વન્ય પ્રાણીઓ સામેસામે આવી ગયા હતા. બંને વચ્ચે આશરે સાત મિનિટ સુધી લડાઇ ચાલી હતી. સાત મિનિટ સુધી બંનેમાંથી કોઈ પાછળ હટવા માટે તૈયાર ન હતું. પરંતુ અંતે રીંછે અમુક એવી 'યુદ્ધનીતિ' અપનાવી કે વાઘે ત્યાંથી ભાગવું જ પડ્યું હતું. હાલ તો વાઘ અને રીંછની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  વીડિયોમાં જોઈ શકાય છે કે આખી ફાઇટ દરમિયાન વાઘ રીંછ પર હાવી રહ્યો છે. વાઘ પોતાના ઝડબાથી રીંછને પકડી રાખે છે, અને ઘણા લાંબા સમય સુધી રીંછને દબાવી રાખે છે. પરંતુ અંતે રીંછ ઝનૂની બની જતાં વાઘે ત્યાંથી ભાગવામાં જ તેની ભલાઈ માની હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: