TV ઉપર રામાયણ જોયા પછી પતિ પત્ની વચ્ચે થયો ઝઘડો, પત્નીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

News18 Gujarati
Updated: March 29, 2020, 9:54 PM IST
TV ઉપર રામાયણ જોયા પછી પતિ પત્ની વચ્ચે થયો ઝઘડો, પત્નીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ટીવી એન્કર ચંદનાની આત્મહત્યાનો કેસ થોડા સમય પછી મીડિયાની સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રાઇમ પેટ્રોલની એક્ટરે પણ આ આત્મહત્યા કરી હતી. તેની ઇન્સ્ટાગ્રામની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે સૌથી ખરાબ હોય છે સપનાનું તૂટી જવું. વધુમાં ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે પણ લોકડાઉન અને આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરી હતી. ત્યારે હાલ પોલીસ આ કેસમાં દિનેશની શોધખોળ કરી રહી છે.

કોરોના વાયરસના કારણે થયેલા રાષ્ટવ્યાપી લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે કેન્દ્ર સરકાર દ્વારા 90ના દાયકામાં લોકપ્રિય સિરિયલ રામાયણ અને માહાભારતનું પ્રસારણ ફરીથી શરૂ કરાવ્યું છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. જોકે, બિહારની રાજધાની પટનામાં એક જેના વિશે જાણીને તમે અવાક થઈ જશો.

  • Share this:
પટનાઃ કોરોના વાયરસના કારણે થયેલા રાષ્ટવ્યાપી લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે કેન્દ્ર સરકાર દ્વારા 90ના દાયકામાં લોકપ્રિય સિરિયલ રામાયણ અને માહાભારતનું પ્રસારણ ફરીથી શરૂ કરાવ્યું છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. જોકે, બિહારની રાજધાની પટનામાં એક જેના વિશે જાણીને તમે અવાક થઈ જશો.

પટનાના રાધોપુર સ્થિત સહજાનંદ સરસ્વતી કોલોની કુમાર કોપ્લેક્સ લોજને પટના પોલીસે શનિવારે મોડી સાંજે પરિણીતાની લાશ મળી હતી. મૃતક મહિલાની ઓળખ આઈઆઈટી પટનાની જૂનિયર રિસર્ચ ફેલોના પદ ઉપર કાર્યરત 26 વર્ષીય ખુશ્બૂ સિંહના રૂપમાં થઈ છે.

ઘટના અંગે જાણકારી આપતા મૃતકના પતિ શ્રીમન નારાયણે જણાવ્યું હતું ક કે, બંને એક સાથે શનિવારે રામાયણ સિરિયલ જોતા હતા. સિરિયલમાં શ્રીમન નારાયણનું નામ આવ્યું. જોકે એ મારું નામ પણ છે. આ વાત અંગે વિવાદ થયો અને વાત બાળકના પ્લાનિંગના મુદ્દાઓ ઉપર પહોંચી ગઈ અને ઝઘડો વધી ગયો.

માહોલ એટલો તણાવગ્રસ્ત હતો કે તે ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. થોડા સમય પછી તે ઘરે આવ્યો તો ઘરમાં પત્નીની લાશ પંખા સાથે લટકતી મળી હતી. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છેકે, ખુશ્બૂ રેલવે કર્મચારીની પુત્ર હતી. તેના લગ્ન 2019માં થયા હતા. ખુશ્બૂ ભણવામાં હોંશિયાર હતી. પોલીસ આ અંગે વધુ તપાસ હાથધરી છે.
First published: March 29, 2020, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading