Home /News /national-international /Assembly Elections 2022 Live Updates:UPમાં પાંચમાં તબક્કાનું મતદાન, સ્ટ્રેચર પર આવીને વૃદ્ધાએ આપ્યો મત

Assembly Elections 2022 Live Updates:UPમાં પાંચમાં તબક્કાનું મતદાન, સ્ટ્રેચર પર આવીને વૃદ્ધાએ આપ્યો મત

સ્ટ્રેચર પર આવીને વૃદ્ધાએ કર્યું મતદાન

5th Phase UP Election News: આ પેહલાં ચોથા ચરણમાં ઉત્તર પ્રદેશનાં 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠક પર મતદાન થયુ હતું. જેમાં આશરે 60 ટકા વોટિંગ થયુ હતું. હવે પાંચમાં ચરણમાં અમેઠી, રાયબરેલી, સુલ્તાનપુર, શ્રવસ્તી, બહરાઇચ, બારાબંકી, ગોંડા, અયોધ્યા, પ્રતાપગઢ, કૌશાંબી, ચિત્રકૂટ અને પ્રયાગરાજમાં વોટિંગ થવાનું છે.

વધુ જુઓ ...
Assembly Elections 2022 Live Updates: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી (Assembly Election 2022) હેઠળ રવિવારે ઉત્તર પ્રદેશમાં પાંચમાં ચરણમાં મતદાન થવાં જઇ રહ્યું છે. આ હેઠળ 12 જિલ્લાની 61 બેઠક પર આજે વોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ તબક્કામાં યૂપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ, કોંગ્રેસ નેતા આરાધના મિશ્રા, પલ્લવી પટેલ સહિત ઘણાં નેતાઓની કિસ્મત ઇવીએમમાં કેદ થઇ ગઇ હતી.

UP ELECTION LIVE UPDATES:

UPમાં પાચમાં તબક્કાનું મતદાન, સ્ટ્રેચર પર આવીને વૃદ્ધાએ કર્યું મતદાન મહિલાએ મત આપ્યા બાદ મીડિયા સાથે કરી વાતચીત, જણાવ્યું કે, 'મારે આ રીતે મત આપવાં આવવું પડ્યું કારણ કે મને પગમાં ફ્રેક્ચર છે. કારણ કે મારો મત કિંમતી છે તે બાતલ ન જવો જોઇએ.'



ઉત્તર પ્રદેશમાં  11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે.



શરૂઆતનાં બે કલાક સવારે 7.9 વાગ્યા સુધીમાં 8.02 ટકા મતદાન થયાનું સામે આવ્યું છે. તો ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ EVMમાં ખરાબી થયાનાં સમાચાર પણ સામે આવ્યાં છે.











      • ઉત્તર પ્રદેશ ચુંટણી મામલે PM મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં લોકતંત્રનો ઉત્સવનો આજે પાંચમો તબક્કો છે, તમામ મતદાતાઓને મારું નિવેદન છે કે તેઓ તેમનાં મતાધિકારનો પ્રયોગ કરે અને તેમનો કીમતી વોટ અવશ્ય આપે.








    • કેશવ પ્રસાદ મૌર્યએ વોટિંગ શરૂ થતા પહેલા ચરણસ્પર્શ કર્યા. માતાએ દહીં ખવડાવીને તેમને આશીર્વાદ આપ્યા. તેના પછી મંદિરમાં જઈને કેશવે પૂજા-અર્ચના કરી. મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રચંડ જીત મળશે.







  • ગોંડાના કર્નલગંજના સપા ઉમેદવાર યોગેશ પ્રતાપ સિંહ સહિત 30 લોકો વિરુદ્ધ શનિવારે મહિલા ઉત્પીડન સહિત અન્ય કલમો સાથે કેસ નોંધાયો છે. તેમના પર ભાજપા કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર અને મારપીટનો આરોપે છે. પીડિતે પોલીસને આપેલી જાણકારીમાં કહ્યું કે ઘટના રાતે 10 વાગ્યે બની હતી. ત્યારપછી કાર્યવાહી ન કરવા બદલ ભાજપા નેતાઓએ પોલીસ સ્ટેશનમાં દેખાવો કર્યા હતા.



    આ સાથે જ આ તબક્કામાં કેટલાંક બાહુબલી પણ ચુંટણી લડી રહ્યાં છે. આ પેહલાં ચોથા ચરણમાં ઉત્તર પ્રદેશનાં 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠક પર મતદાન થયુ હતું. જેમાં આશરે 60 ટકા વોટિંગ થયુ હતું. હવે પાંચમાં ચરણમાં અમેઠી, રાયબરેલી, સુલ્તાનપુર, શ્રવસ્તી, બહરાઇચ, બારાબંકી, ગોંડા, અયોધ્યા, પ્રતાપગઢ, કૌશાંબી, ચિત્રકૂટ અને પ્રયાગરાજમાં વોટિંગ થવાનું છે.

    કેશવ પ્રસાદ મૌર્યએ વોટિંગ શરૂ થતા પહેલા ચરણસ્પર્શ કર્યા

  • 2017માં આ બેઠક પર શું પરિણામ આવ્યું હતું?
    આજે  જે 61 સીટ પર ચૂંટણી થઈ રહી છે, તેમાંથી 47 સીટ પર ભાજપના ઉમેદવારોએ 2017ની ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્રણ સીટ ભાજપના ગઠબંધનવાળા અપના દળ(સોનેલાલ)ના ખાતામાં ગઈ હતી. પાંચ સીટ સમાજવાદી પાર્ટી અને ત્રણ સીટ પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી હતી. બે સીટ પર અપક્ષ ઉમેદવારો જીત્યાં હતા. જેમાંથી એક UPના બાહુબલી ગણાતા રાજા ભૈયા હતા, તો બીજી સીટ પર તેમના નજીકના વિનોદ સોનકર હતા. એક સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.યૂપીમાં પાંચમાં તબક્કામાં અમેઠીનાં રાજા ડૉ. સંજય સિંહ અને પ્રતાપગઢનાં બાહુબલી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા (Raghuraj Pratap Singh as Raja Bhaiya) પણ ચુંટણી મેદામાં છે. તો પંજાબની 117 સીટો, ગોવાની 40 સીટો અને ઉત્તરાખંડની 70 સીટો પર મતદાન પેહલાં જ સંપન્ન થઇ ગયું છે. ઉત્તર પ્રદેશમાં પણ બે તબક્કામાં મતદાન થશે. ભાજપ સહિત તમામ દળ આ તબક્કામાં પ્રચાર માટે તેમની સંપૂર્ણ તાકત લગાવી રહ્યાં છે. તો મણિપુરમાં 28 ફેબ્રુઆીનાં 5 માર્ચનાં મતદાન થશે. ચુંટણી આયોગે મણિપુરમાં મતદાનની તારીખ બદલી છે. પાંચ રા્જોયનાં ચુંટણીમાં સૌથી અહમ ચુંટણી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં માનવામાં આવે છે. આ રાજ્યોમાં ભાજપ અને અન્ય દળની સાખ દાવ પર છે.

First published:

Tags: Assembly elections 2022, Up election 5th phase polling, UP Elections 2022