ગ્વાલિયર: દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારી (Covid-19) અને તેના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે મધ્યપ્રદેશ (Madhya Pradesh)થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. જેમાં પાંચમા ધોરણના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળક દ્વારા લેવામાં આવેલા આ પગલા પહેલા તે online ક્લાસમાં અભ્યાસ કરીને ઉભો થયો હતો. જોકે, બાળક કેમ આ પગલું ભર્યું તે હજી પણ એક પ્રશ્ન છે. પોલીસ દ્વારા આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં રહેતા સાર્થક સક્સેનાએ ગુરુવારે તેના જ ઘરના બાથરૂમમાં સ્કૂલની ટાઇને ફાંસીનો ફંદો બનાવી આત્મહત્યા કરી લીધી છે. માતા-પિતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના પહેલા બાળક ઓનલાઈન ક્લાસ કરી ઉભો થયો હતો. આ કેસમાં બાળકના પિતા અલ્કેશ સક્સેનાએ જણાવ્યું હતું કે, સાર્થક ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેમણે કહ્યું કે સાર્થક બે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરતો હતો. આ સિવાય સાર્થક અભ્યાસ બાદ પણ નવી રસપ્રદ માહિતી એકત્રિત કરતો રહેતો હતો.
પરિવારના સભ્યોનું કહેવું છે કે, ઘટનાના દિવસે સાર્થક online ક્લાસ બાદ પણ મોડે સુધી અભ્યાસ કરતો રહ્યો હતો. ત્યારબાદ તેણે આત્મહત્યા જેવું ભયાનક પગલું ભર્યું.. આવી સ્થિતિમાં, સવાલ એ જ રહે છે કે, તેના પછી એવું શું બન્યું કે બાળક દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના પાંચ દિવસ પહેલા ગુજરાતના સુરતમાં સામે આવી હતી. જેમાં મૂળ પાલીતાણા(Palitana)ના વતની હતી અને હાલ સુરતના સરથાણાના યોગી ચોક ખાતે યોગી નગર સોસાયટીમાં રહેતી હાર્મી મુકેશભાઈ વઘાસિયા અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં એફવાય બીકોમમાં એડમિશન લીધું હતું. જોકે કોરોના લઈને જે રીતે અભ્યાસ બગડી રહ્યો હતો, જેને લઈને સતત માનસિક તણાવ અનુભવી રહી હતી, અને ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. થોડા સમયમાં પરિવારના સભ્યો ઘરે આવ્યા તો દીકરી ગંભીર હાલતમાં ઘરે પડી હતી, તત્કાલીક પરિવારે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ આ વિધાર્થીનું કરૂણ મોત થયું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર