Home /News /national-international /FIFA World Cup: કેરળમાં ફિફા વર્લ્ડકપનો ભારે ક્રેઝ, મુસ્લિમ સંગઠને તેને ગેર -ઇસ્લામિક' ગણાવ્યું

FIFA World Cup: કેરળમાં ફિફા વર્લ્ડકપનો ભારે ક્રેઝ, મુસ્લિમ સંગઠને તેને ગેર -ઇસ્લામિક' ગણાવ્યું

FIFA World Cup 2022 (AP)

તાજેતરમાં કેરળમાંથી એક સમાચાર આવ્યા હતા કે અહીં ફિફા વર્લ્ડ કપ જોવા માટે ગ્રામજનોએ 23 લાખનું ઘર ખરીદ્યું છે. તેમણે આ ઘરને સ્ટેડિયમની જેમ સજાવ્યું છે. આ ઘરમાં FIFAમાં સામેલ તમામ દેશોના ધ્વજ અને ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની તસવીરો પણ લગાવી છે.

વધુ જુઓ ...
  FIFA World Cup 2022ની કતારમાં રંગારંગ રીતે શરૂઆત થઈ ગઈ છે. આખું વિશ્વ ફૂટબોલના મહાકુંભમાં ગરકાવ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં ફિફાનો ઘણો ક્રેઝ છે. કેરળમાં તેના ચાહકોની સંખ્યા વધુ છે. તાજેતરમાં કેરળમાંથી એક સમાચાર આવ્યા હતા કે અહીં ફિફા વર્લ્ડ કપ જોવા માટે ગ્રામજનોએ 23 લાખનું ઘર ખરીદ્યું છે. તેમણે આ ઘરને સ્ટેડિયમની જેમ સજાવ્યું છે. આ ઘરમાં FIFAમાં સામેલ તમામ દેશોના ધ્વજ અને ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની તસવીરો પણ લગાવી છે.

  ખબર નહીં આવા કેટલા સમાચાર બહાર આવી રહ્યા છે. ત્યારે હવે મુસ્લિમ સંગઠને ફીફાને લઈને યુવાનોમાં આ પ્રકારના ક્રેઝનો વિરોધ કર્યો છે. સમસ્થ કેરળ જમીયતુલ ખુત્બા સમિતિએ (Samastha Kerala Jamiyyathul Khutba Committee) ફૂટબોલ પ્રત્યેના આ પ્રકારના પ્રેમને જીવલેણ ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ નાસેર ફૈઝી કુડાથીએ ફૂટબોલ ચાહકોને આર્જેન્ટિનાના લિયોનેલ મેસી, પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેયમાર જુનિયરના કટઆઉટ પર આટલા બધા પૈસા ખર્ચવા પર ચિંતા વ્યક્ત કરી છે.

  ફિફાનો ક્રેઝ નોન ઇસ્લામિક

  કમિટીના સભ્યોએ કહ્યું કે કતારમાં રમતગમતના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ ગુમાવી રહ્યા છે. એટલું જ નહીં તેમણે તેને નોન-ઈસ્લામિક પણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તેના મનપસંદ ફૂટબોલ ખેલાડીઓ પર કટઆઉટ લગાવીને પૂજા કરવી ઈસ્લામ વિરુદ્ધ છે. ખુત્બા કમિટીએ ફિફા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ટીમોના સમર્થનમાં ઝંડા લગાવવાને પણ ખોટું ગણાવ્યું છે. તેમણે યુવાનોને પોર્ટુગીઝ ધ્વજ ન લગાવવાની અપીલ કરી છે. તેમના મુજબ તેણે ઘણા દેશોને ગુલામ બનાવ્યા હતા.

  આ પણ વાંચો: ઓનલાઈન સુનાવણીમાં મહિલા જજે કરી હતી ''ગંદી હરકત', વીડિયો વાયરલ થયા બાદ મળી આકરી સજા

  ફૂટબોલ ફીવર વધી રહ્યો છે

  નાસર ફૈઝી કૂદથીએ કહ્યું કે, ભારતીયોએ અન્ય દેશોના ધ્વજનું સન્માન કરવું જોઈએ, પરંતુ તેને લહેરાવવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે એવું નથી કે તે ફૂટબોલની વિરુદ્ધ છે. રમતને રમતની ભાવનાથી જ જોવી જોઈએ. શારીરિક તંદુરસ્તી માટે જ રમત-ગમતને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ફૂટબોલનો એટલો ફીવર વધી રહ્યો છે કે લોકો તેની લતમાં લાગી ગયા છે. આ સારી વાત નથી. તેમણે કહ્યું કે આજે યુવાનો પોતાના દેશના ધ્વજને ભૂલીને બીજા દેશોના ધ્વજ ફરકાવે છે.

  કેરળ સરકારની પ્રતિક્રિયા

  મુસ્લિમ સંગઠનની આ ટિપ્પણી પર કેરળ સરકારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાજ્ય સરકારે સંગઠનની દલીલોને ફગાવી દીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવનકુટ્ટીએ કહ્યું કે કોઈને પણ લોકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ કરવાનો અધિકાર નથી. તેણે કહ્યું કે તે લોકો પર નિર્ભર છે કે તેઓ પુસ્તકો વાંચવા, ગીતો સાંભળવા કે મેચ જોવા માંગે છે કે કેમ તે તેમની ઈચ્છા પર છે. તેના પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.
  First published:

  Tags: FIFA 2022, Fifa-world-cup, Football World Cup, Football-match

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन