Home /News /national-international /જમ્મુ-કાશ્મીર: શોપિયામાં ફરી આતંકી અને સેના વચ્ચે ઘર્ષણ, 4 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર: શોપિયામાં ફરી આતંકી અને સેના વચ્ચે ઘર્ષણ, 4 આતંકી ઠાર

પ્રતિકાત્મક તસવીર

સેનાને ગામના કોઈના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા.

    જમ્મૂ-કાશ્મીરના શોપીયાના કિલ્લોરા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે અડધી રાત્રીથી ઘર્ષણ ચાલી રહ્યું છે. શરૂઆતની મળતી જાણકારી પ્રમાણે, સેનાએ આ ઘર્ષણમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. સેનાએ શુક્રવારે પણ એક આતંકીને ઠાર કર્યો હતો.

    સેનાને ગામના કોઈના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સેનાના જવાનોને જોઈ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ, ત્યારબાદ સેનાએ પણ વળતો જવાબ આપી ફાયરિંગ શરૂ કર્યું અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.

    આ બાજુ શ્રીનગરના પંઠા ચોક પર સીઆરપીએફ, રાષ્ટ્રીય રાયફલ્સ અને એસઓજીની ટીમે બે શંકાસ્પદોની અટકાયત કરી છે. સુરક્ષાદળો પાસેથી મળતી માહિતી અનુસાર, આ શંકાસ્પદ લોકો પાસેથી બે હાથગોળા પણ મળી આવ્યા છે.



    ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે શુક્રવારે સેના અને આંતકવાદી વચ્ચે થયેલ ઘર્ષણમાં ઠાર કરવામાં આવેલ આતંકવાદીની ઓળખ ઉમર મલિકના નામે થઈ છે. ઉમર લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: BSF, CRPF, Jammu Kashmir, આતંકવાદી હુમલો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन