Home /News /national-international /Punjab: ઠંડી રોટલી ગરમ કરવા મામલે થયો ઝઘડો, હોટલ માલિકે માથામાં ગોળી મારતા ગ્રાહકનું મોત

Punjab: ઠંડી રોટલી ગરમ કરવા મામલે થયો ઝઘડો, હોટલ માલિકે માથામાં ગોળી મારતા ગ્રાહકનું મોત

સામાન્ય વાતથી શરૂ થયેલો વિવાદ એ હદે વધી ગયો કે હોટલ માલિકે ગુસ્સામાં આવીને ફાયરિંગ કરી દીધું.

Ferozepur Firing Case: બાદશાહ રિસોર્ટમાં ચાલી રહેલી કિટ્ટી પાર્ટીમાં રોટલી મામલે થયેલા ફાયરિંગમાં એકનું મોત, મહિલા ગંભીર

ચંદીગઢ. પંજાબ (Punjab)ના ફિરોઝપુર (Ferozepur) સ્થિત બાદશાહ રિસોર્ટમાં (Badshah Resort in Ferozepur) એક કિટી પાર્ટીમાં (Kitty Party) ઠંડી રોટલી (Argument on Roti) સર્વ કરવાને લઈ વિવાદ થઈ ગયો. સામાન્ય વાતની શરૂ થયેલો વિવાદ એ હદે વધી ગયો કે હોટલ માલિકે ગુસ્સામાં આવીને ફાયરિંગ (Firing) કરી દીધું. ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે, અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. મૃતકની ઓળખ રાજેશ કુમાર ચલાના ઉર્ફે ટિંકા તરીકે થઈ છે.

ઘાયલ મહિલાનું નામ સુનીતા મોંગા હોવાનું કહેવાય છે. તેને લુધિયાણાની એક ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તેની તલાશમાં લાગી ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV Video) કેદ થઈ ગઈ છે, જેના આાધાર પર પોલીસ (Police) કાર્યવાહીમાં લાગી ગઈ છે. દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, મૃતકના દીકરા નિતિને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમના પિતા રાજેશ કુમાર ચલાના ઉર્ફે ટિંકા, તેમની માતા અને બંને ભાઈ બાદશાહ હોટલમાં કિટ્ટી પાર્ટીમાં (Kitty Party) ગયા હતા.

તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં 15 કપલ હાજર હતા જે તે વિસ્તારના જ દુકાનદાર છે. નિતિને જણાવ્યું કે, તેઓ બુધવાર રાત્રે 10:50 વાગ્યે ત્યાં હાજર હતા જ્યારે ઘટના બની. તેમણે જણાવ્યું કે, તમામ લોકો ભોજન લઈ રહ્યા હતા તો રોટલી ઠંડી થઈ ગઈ હતી. જેના કારણે લોકોએ રોટલી ગરમ કરવા માટે હોટલ સંચાલિકાને આગ્રહ કર્યો. આ વાત પર ઝઘડો થઈ ગયો અને હોટલના સંચાલિકા રિશાએ રોટલી ગરમ કરવાનો એવું કહીને ઇન્કાર કરી દીધો કે હવે રોટલી ગરમ નહીં થાય, કારણ કે કિચન બંધ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો, છેડતીથી ત્રાસીને કિશોરીએ ફંદાથી લટકી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- ‘પપ્પા મારા મોતનો બદલો લેજો’

ઝઘડો વધતો જોઈને રિશાએ પોતાના પાર્ટનર હેપ્પીને હોટલમાં બોલાવી દીધો. તે પિસ્તોલની સાથે ત્યાં પહોંચ્યો અને તેણે સીધું ફાયર કરી દીધું. ગોળી ટિંકાના માથાને પાર થઈ ગઈ અને તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. એ જ ગોળી ત્યાં ઊભેલા મહિલા સુનીતા મોંગાને છાતીમાં વાગી ગઈ, જેના કારણે તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. મહિલાને સારવાર માટે લુધિયાણાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક છે.

આ પણ જુઓ, VIRAL VIDEO: એક વર્ષના માસૂમે પોતાના ‘Superhuman Power’થી ઉઠાવ્યો 6 કિલોગ્રામનો Medicine Ball

ડીએસપી ગોબિંદર સિંહે જણાવ્યું કે, બાદશાહ હોટલમાં થયેલા ફાયરિંગ મામલામાં કાર્યવાહી કરતાં હોટલ સંચાલકો હેપ્પી બિંદ્રા અને રિશાની વિરુદ્ધ આઇપીસીની કલમ 302 અને 307 હેઠળ કેસ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
First published:

Tags: Crime news, Firing, Investigation, પંજાબ, પોલીસ, સીસીટીવી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો