દિલ્હી: 'પ્રેમ આંધળો' હોય છે, આ કહેવતને સાર્થક કરતી ઘટનાઓ અને કહાણીઓ આસપાસ જોવા મળતી હોય છે. જોકે, ઘણી વખત આવી પ્રેમ કહાણીનો કંરુણ અંજામ પણ આવતો હોય છે. આવી જ એક પ્રેમ કહાણી ટીચર અને સ્ટૂડન્ટ વચ્ચે પાંગરી હતી. 42 વર્ષીય એક આસિસ્ટન્ટ પ્રોફેસર તેનાથી 20 વર્ષ નાના સ્ટૂડન્ટના પ્રેમમાં પડી હતી. એટલું જ નહીં, તેમણે લગ્ન પણ કર્યા હતા. જોકે, તેનો કરુણ અંજામ આવ્યો હતો. મહિલા પ્રોફસરની શંકાસ્પદ મોતને લીધે તેનો પ્રેમી પતિ જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
મહિલા પ્રોફેસર અને સ્ટૂડન્ટે 12 ડિસેમ્બરના રોજ લવ મેરેજ કર્યા હતા અને 14 ઓગસ્ટે મહિલા પ્રોફેસરની લાશ તેના ઘરમાંથી મળી હતી. ખૈરૂન નાહરની હત્યાના કેસમાં તેના પતિ મામૂન હુસૈનને જેલના સળીયા પાછળ બંધ કરી દેવાયો છે. 14 ઓગસ્ટે ખૈરુનની લાશ મળતાં કોર્ટે તેના પતિને જેલ ભેગો કરી દીધો છે.
આ ઘટના બાંગ્લાદેશની છે. મૃતક ખૈરુન નાહર ગુરુદાસપુરના ખુબજીપુર મોજમ્મેલ હક ડિગ્રી કોલેજમાં સહાયક પ્રોફેસર હતા. તેમણે ગત ડિસેમ્બર મહિનામાં 20 વર્ષ નાના સ્ટૂડન્ટ સાથે લગ્ન કર્યા હતા અને 14 ઓગસ્ટે બોલાડીપારા વિસ્તારમાં આવેલા તેમના ઘરમાંથી મહિલા પ્રોફેસરની લાશ મળી આવી હતી. તેઓ અહીં ભાડાના ઘરમાં રહેતા હતા. જે બાદ શંકાના આધારે તેના પતિ મામૂનની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ખૈરુનના પરિવારનો આરોપ છે કે, મામૂન નશાનો બંધાણી છે. લગ્ના બાદ તે જબરદસ્તી પાંચ લાખ રૂપિયા અને બાઇક લઇ ગયો હતો. મામૂન સાથે લગ્ન બાદ ખૈરુન તણાવમાં હતી. જ્યારે મામૂને પોલીસને જણાવ્યું કે, તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, પોલીસે શંકાને આધારે તેની ધરપકડ કરી છે. જ્યારે મહિલા પ્રોફેસરના પરિવારજનોએ તેની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ મહિલા પ્રોફેસરના પતિની તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર