આ મહિલા પોલીસ અધિકારીએ મુંડન કરાવ્યું, કારણ જાણી તમે પણ કરશો વખાણ

કેરળની વરિષ્ઠ સિવિલ પોલીસ અધિકારીએ કેન્સર પીડિતો માટે ઉઠાવ્યું મોટું પગલું.

અપર્ણા લવકુમારના મુંડનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે

 • Share this:
  કોચ્ચિ : કેન્સર દર્દીઓના (Cancer Patients) ચહેરા પર સ્મિત લાવવા માટે એક મહિલા અધિકારીએ મુંડન કરાવી લીધું. વરિષ્ઠ સિવિલ પોલીસ અધિકારી (Senior Police Officer)એ કહ્યું કે, જો મારા મુંડન કરાવવાથી કેન્સર સામે લડી રહેલા બાળકોના જીવનમાં ફેરફાર લાવી શકાય છે તો તે મારા માટે ખુશીની વાત છે. આ મહિલા પોલીસ અધિકારીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral) થઈ રહી છે.

  મળતા અહેવાલો મુજબ, વરિષ્ઠ સિવિલ પોલીસ અધિકારી અપર્ણા લવકુમાર (Aparna Lavakumar)એ થોડા દિવસો પહેલા જ ત્રિચૂર (Thrissur)ના એક બ્યૂટી પાર્લરમાં પોતાનું મુંડન કરાવ્યું અને પોતાના લાંબા વાળ ત્રિચૂરના કેન્સર રિસર્ચ સેન્ટર (Thrissur Cancer Research Centre)ને દાન કરી દીધા. અહીં ગરીબ કેન્સર રોગીઓ માટે વિગ (નકલી વાળ) બનાવવાનું કામ કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે, પ્રાકૃતિક વાળોથી બનેલી વિગ ઘણી મોંઘી હોય છે. તેને દરેક વ્યક્તિ ન ખરીદી શકે. આર્ટિફિશિયલ વાળોથી બનેલી વિગતી દર્દીઓને અનેક પ્રકારની એલર્જી થાય છે. એવામાં પ્રાકૃતિક વાળોથી બનેલી વિગનો ઉપયોગ કરી તેમની મુશ્કેલી ઓછી કરી શકાય છે.

  અપર્ણા લવકુમારે 70 સેન્ટીમીટર લાંબા વાળ દાન કરી દીધા. (ફાઇલ તસવીર)


  અપર્ણાના જણાવ્યા મુજબ, તેઓએ 70 સેન્ટીમીટર લાંબા પોતાના વાળોને કાપતાં પહેલા પોતાના વરિષ્ઠ અધિકારીઓની મંજૂરી પણ લીધી હતી. તેઓએ કહ્યું કે, એક કેન્સર પીડિત બાળકને જોયાં બાદ તે પોતાની જાતને રોકી ન શકી અને ટૂંક સમયમાં મુંડન કરાવવાનો નિર્ણય લીધો. જે બ્યૂટી પાર્લરમાં અપર્ણાએ પોતાનું મુંડન કરાવ્યું તયાં કોઈએ તેમનો વીડિયો ઉતારી લીધો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  અપર્ણા લવકુમારે પોતાના લાંબા વાળ ત્રિચૂરના કેન્સર રિસર્ચ સેન્ટરને દાન કરી દીધા. (ફાઇલ તસવીર)


  અપર્ણાએ યુવતીઓને આપ્યો સંદેશ

  નોંધનીય છે કે, અપર્ણાના પતિનું પહેલા જ મૃત્યુ થઈ ચૂક્યું છે. તેઓએ કહ્યું કે, મને ખુશી છે કે મારા આ પગલાંથી કેટલાક ચહેરા પર સ્મિત આવશે. અપર્ણાએ જણાવ્યું કે, તેમનો વીડિયો જોયા બાદ અનેક યુવતીઓએ તેમને ફોન કર્યો અને કહ્યું કે, તેઓ તેમનાથી ઘણા પ્રેરિત થયાં છે, આવી યુવતીઓને અપર્ણાએ સંદેશ આપ્યો છે કે તેઓ તેમના જેવી નકલ ન કરે. બસ સમાજમાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે મદદનો હાથ લંબાવે.

  આ પણ વાંચો,

  એક સમયે રાહુલ ગાંધી સાથે નામ જોડાયું હતું, હવે અદિતિસિંહ આમની દુલ્હન બનશે
  દિલ્હીમાં BJP સાંસદ ગૌતમ ગંભીરના ગુમ થયાનાં પોસ્ટર લાગ્યા, લખ્યું- 'તમે ક્યાંય જોયા છે?'
  Published by:Mrunal Bhojak
  First published: