એકતરફી પ્રેમમાં પેટ્રોલ છાંટી મહિલા પ્રોફેસરને જીવતી સળગાવી, મોત સામે જિંદગી હારી ગઈ

News18 Gujarati
Updated: February 10, 2020, 10:49 AM IST
એકતરફી પ્રેમમાં પેટ્રોલ છાંટી મહિલા પ્રોફેસરને જીવતી સળગાવી, મોત સામે જિંદગી હારી ગઈ
મહિલા પ્રોફેસરનું હૉસ્પિટલમાં મોત થતાં પિતાએ કહ્યું, હત્યારાને અમારે હવાલે કરી દો. (ફાઇલ તસવીર)

મહિલા પ્રોફેસરનું હૉસ્પિટલમાં મોત થતાં પિતાએ કહ્યું, હત્યારાને અમારે હવાલે કરી દો, અમે સજા આપીશું

 • Share this:
વર્ધા : મહારાષ્ટ્ર (Maharashtra)ના વર્ધા (Wardha) જિલ્લામાં પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેનારી મહિલા પ્રોફેસરનું અંતે એક સપ્તાહ બાદ હૉસ્પિટલમાં મોત થયું છે. ગત સપ્તાહે 24 વર્ષની પીડિતાને એકતરફી પ્રેમ કરનારી સનકી આશિકે રસ્તા વચ્ચે જીવતી સળગાવી દીધી હતી. આ હુમલામાં પીડિતા 40 ટકા દાઝી થઈ હતી. પીડિતાની હાલત બગડતાં બે દિવસ પહેલા જ વેન્ટિલેનટર પર શિફ્ટ કરવામાં આવી હતી. અનેક સર્જરી થવા છતાંય તેની હાલતમાં કોઈ સુધાર નહોતો આવ્યો. દીકરીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિજનોએ આરોપીને તેમને હવાલે કરવા માંગ કરી છે. પીડિતાના પિતાએ કહ્યું કે તેમની દીકરીના હત્યારાને તેમને સોંપવામાં આવે, તેઓ જાતે તેને સજા આપશે.

મળતી જાણકારી મુજબ, આરોપી વિકેશ નગરાલેએ મહિલા પ્રોફસર પર તે સમયે હુમલો કર્યો હતો જ્યારે તે રાજ્ય પરિવહનની બસથી નીચે ઉતરી હતી. આરોપીએ તેના માથા અને ચહેરા પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આરોપી બાઇક લઈને આવ્યો હતો અને તેણે તેમાંથી જ પેટ્રોલ કાઢ્યું હતું. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોએ કોઈક રીતે આગ બૂઝાવવા અને મહિલા પ્રોફેસરને સારવાર માટે નજીકની હૉસ્પિટલ પહોંચાડી હતી.

હૉસ્પિટલની આસપાસ વધારવામાં આવી સુરક્ષા

હિંગલઘાટના પોલીસ નિરીક્ષક સત્યવીર બંડીવારે કહ્યું કે, ડૉક્ટરે સોમવાર સવારે 6:55 વાગ્યે મહિલા પ્રોફેસરને મૃત જાહેર કરી દીધી. તેઓએ જણાવ્યું કે મહિલાના મોત બાદ કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે હૉસ્પિટલની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. અનેક સ્થાનિક લોકો, મહિલાઓ અને કૉલેજ સ્ટુડન્ટ્સે આરોપીને મોતની સજા આપવાની માંગ કરતાં વર્ધામાં ગત ગુરુવારે પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે મામલામાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને વિશેષ સરકારી વકીલ નિયુક્ત કર્યા છે.

આરોપી વિકેશની ફાઇલ તસવીર


એકતરફી પ્રેમમાં કર્યો જીવલેણ હુમલોપ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ એકતરફી પ્રેમના કારણે આ કંપાવી દેનારી ઘટનાને અંજામ આપ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અને પીડિતા પહેલા એક-બીજાના પરિચયમાં હતા, પરંતુ બંને વચ્ચેની મિત્રતા તૂટી ગઈ હતી. આ વાતથી નારાજ થઈને વિકેશે બદલો લેવા માટે મહિલા પ્રોફેસરને જવતી સળગાવવાનું કાવતરું ઘડ્યું હતું.

આરોપીના લગ્ન થઈ ગયા છે, સાત મહિનાનું એક સંતાન

પોલીસે આરોપી વિકેશની નજીકના ગામથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને 8 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો. એક ખાનગી ફર્મમાં કામ કરનારો આરોપી વિશે પોલીસને જાણવા મળ્યું છે કે તેના લગ્ન થઈ ગયા છે અને તેની એક સાત મહિનાનું સંતાન પણ છે.

આ પણ વાંચો, Delhi SI Murder: લગ્નમાં ગોત્ર અડચણ બનતાં મહિલા SIએ સંબંધ તોડી દીધા હતા, બેચમેટે કરી દીધી હત્યા
First published: February 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,178

   
 • Total Confirmed

  1,680,527

  +76,875
 • Cured/Discharged

  373,587

   
 • Total DEATHS

  101,762

  +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres