મધ્ય પ્રદેશના (madhya pradesh)રાયસેનમાં લગ્નનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. રાયસેન જિલ્લાના એક યુવકને ઉત્તરાખંડના નૈનીતાલની (nainital)એક યુવતી સાથે ઓનલાઇન ગેમ પબજી (PUBG)રમતા-રમતા પ્રેમ થઇ ગયો હતો. પ્રેમ એવો પાગંર્યો કે બન્નેએ લગ્ન કરી લીધા. જ્યારે યુવતીના પરિવારજનોએ નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી ત્યારે આ પ્રેમની કહાની સામે આવી હતી.
પબજી ગેમ રમવા દરમિયાન થયો પ્રેમ
રાયસેનના પટેલ નગરમાં રહેતા યુવકે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા પબજી ગેમ રમવા દરમિયાન ઉત્તરાખંડના નૈનીતાલમાં અભ્યાસ કરતી શીતલ સાથે તેની દોસ્તી થઇ હતી. થોડા દિવસો પછી દોસ્તી પ્રેમમાં ફેરવાઇ હતી. આ પછી એકબીજાના ફોન નંબર લઇને વોટ્સએપ પર ચેટિંગ કરવા લાગ્યા હતા. પછી વીડિયો કોલ દ્વારા એકબીજાને પ્રથમ વખત જોયા હતા.
લગ્ન પહેલા યુવક ફક્ત એક વખત શીતલને મળ્યો હતો. આ પછી તેણે 1 મહિના પહેલા ભોપાલમાં લગ્ન કરી લીધા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. યુવતી શીતલનું કહેવું છે કે તે નૈનીતાલમાં બીએસસીનો અભ્યાસ કરી રહી હતી. તેણે પણ પબજી ગેમ રમવાનો શોખ હતો અને ગેમ રમતા રમતા યોગેશના સંપર્કમાં આવી હતી. આ પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા.
યુવતીએ કહ્યું કે તે પોતાના પતિ સાથે જ રહેવા માંગે છે
નૈનીતાલ પોલીસ જ્યારે રાયસેન પહોંચી તો સ્થાનીય પોલીસની મદદથી રાયસેનના પટેલ નગરમાં રહેતા યોગેશ અને શીતલને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. બન્નેના નિવેદન લીધા હતા અને સ્ટેશન પ્રભારીએ તેમને સમજાવ્યા હતા. નૈનીતાલની પોલીસ યુવતીને પોતાની સાથે લઇ જવા માંગતી હતી પણ શીતલે સાથે જવાની ના પાડી હતી. તેણે કહ્યું કે તે પોતાના પતિ સાથે જ રહેવા માંગે છે.
યુવતીએ કહ્યું કે તેણે પોતાની મરજીથી યોગેશ સાથે લગ્ન કર્યા છે. તેના પર કોઇપણ દબાણ નથી. આ વાત પર નૈનીતાલ પોલીસ રાજી થઇ હતી અને યુવતીને લીધા વગર પરત ફરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર