Home /News /national-international /

2002 પછી ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે જવાનો શહીદ થયા

2002 પછી ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે જવાનો શહીદ થયા

પ્રતિકાત્મક તસવીર

2002ના વર્ષ બાદ પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં આતંકીઓ સામે લડતા આટલી સંખ્યામાં સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે.

    ફઝીલ ખાન: પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સેના પર હુમલાના બનાવો વધી રહ્યા છે. બીજી તરફ સેના પણ ખીણ વિસ્તારમાં 'ઓપરેશન સફાઇ' અભિયાન ચલાવી રહી છે. બીજી તરફ આંકડાઓ પર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં 48 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. 2002ના વર્ષ બાદ પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં આતંકીઓ સામે લડતી વખતે આટલી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા સપ્ટેમ્બર, 2002માં 68 જેટલા સુરક્ષા જવાનોએ આતંકીઓના કારણે જીવ ગુમાવ્યો હતો. છેલ્લા બે દાયકાની વાત કરવામાં આવે તો ભારતીય સૈન્ય માટે ફેબ્રુઆરીનો મહિનો સૌથી ખરાબ રહ્યો છે.

    પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતિ હુમલામાં 40 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદમાં જમ્મુ અને કાશ્મીરમાં ચાર મોટા એન્કાઉન્ટર થયા છે. આ એન્કાઉન્ટર્સમાં સાત જેટલા સુરક્ષા કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફેબ્રુઆરી 12ના રોજ પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં આતંકીઓ અને જવાનો વચ્ચે એન્કાઉન્ટરમાં બે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કુલ 49 જવાનો શરીદ થયા.

    આ દરમિયાન વિવિધ એન્કાઉન્ટર અને હુમલામાં દસ આતંકીઓ અને એક નાગરિકનું મોત થયું છે.



    2019ના વર્ષમાં શહીદ થયેલા કુલ જવાનોનાં આંકડા તપાસીએ તો બે મહિનામાં ભારતીય સુરક્ષા દળોના કુલ 51 જવાન શહીદ થયા છે. જાન્યુઆરી મહિના દરમિયાન બે જવાન શહીદ થયા હતા. 2018ના વર્ષમાં 95 જવાનોએ આતંકીઓ સામે લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલે કે 2018માં જેટલા જવાનો શહીદ થયા હતા તેના અડધા બે મહિનામાં શહીદ થયા છે.

    આ પણ વાંચો : ત્રાસવાદીઓને સંદેશ : પુલવામાના ગામમાં મુસ્લિમો કરી રહ્યાં છે હિન્દુ મંદિરનું સમારકામ

    પુલવામા હુમાલાના ચાર દિવસ પછી પુલવામાના જ પંગલાના ગામ ખાતે મેજર એન્કાઉન્ટર થયું હતું. વહેલી સવારથી શરૂ થયેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોના પાંચ જવાનો શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં 11 સુરક્ષા જવાન ઘાયલ થયા હતા. આ દરમિયાન જૈશના ત્રણ આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું હતું.

    જોકે, ફેબ્રુઆરીમાં શહીદીનો આંકડો વધવાનું મોટું કારણ પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલો આત્મઘાતિ હુમલો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jammu and kashmir, Pulwama attack, Security Force, આતંકી, ભારતીય સેના

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन